ઉડાન નેટવર્કની આ ખાસ રજુઆતમાં 1980-90 ના દાયકામાં ગુજરાતમાં ક્રાઇમની દુનિયામાં હાહાકાર મચાવનાર ડોન લતીફના બાળપણથી લઇ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર સુધીની સંપૂર્ણ સ્ટોરી તમે વાંચી રહ્યા છો. ભાગ-2 માં વાંચ્યું હતું દાઉદ ઇબ્રાહિમ અને પઠાણ ગેંગ વચ્ચેની દુશ્મની હવે દાઉદ ઇબ્રાહિમ અને લતીફ વચ્ચે થઈ ગઈ હતી.

(udaannetwork.com) ઇતિહાસ એ લતીફ: કહાની ડોનની ભાગ-3 લતીફ હવે કોઈ પણ ભોગે દાઉદ ઇબ્રાહિમનો જીવ લેવા માટે મથતો હતો અને આ માટે તે ઘણી વખત દાઉદ સાથે મોતના મેદાનમાં ઉતરી ચુક્યો હતો.

દાઉદને COFEPASA ના ગુના હેઠળ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. આ ગુનાની વધુ સુનવણી માટે તેને બરોડાની કોર્ટ ખાતે લઇ જવાનો હતો. દાઉદને સેન્ટ્રલ જેલથી લઈ બરોડાની કોર્ટ સુધી લઈ જઇ પાછો લાવવાની સંપૂર્ણ જવાબદારી સબ ઇન્સ્પેકટર બીશ્નોઈને સોંપવામાં આવી હતી. લતીફને પોતાના ખબરીઓ દ્વારા આ વાતની જાણ થઈ ગઈ. તે તરત જ આ દાઉદ જે પોલીસની ગાડીમાં હતો તે કાફલાનો પીછો કરવા રવાના થયો.

તે દિવસે અમદાવાદ-બરોડા હાઈ વે પર આગળ સબ ઇન્સપેક્ટર બીશ્નોઈની ગાડી, તેની પાછળ દાઉદ અને તે સાથીદારો બેઠા હતા તે પોલીસની ગાડી અને તેની પાછળ લતીફની ગાડી. લતીફ એ દિવસે દાઉદ ઇબ્રાહિમનું મર્ડર કરી નાખવાનું નિશ્વય કરીને આવેલો.

જમાલપુર નજીક ટ્રાફિક જામને કારણે પોલીસે પોતાની ગાડી ઉભી રાખવી પડી. લતીફે આ સારો મોકો જોઈને પોતાના શૂટરને ફાયરિંગ કરવા આદેશ કર્યો. લતીફનો આ શૂટર ભરબજારે દાઉદ અને તેના સાથીદારો જે ગાડીમાં હતા તે ગાડી પર ગોળીઓ વરસાવવા લાગ્યો. દાઉદ કે પોલીસ કશું જ સમજે તે પહેલાં જ લતીફનો શૂટર પોતાનું કામ પતાવી ગાડીમાં બેસી ગયો અને પછી લતીફ તથા તેનો શૂટર ત્યાંથી ભાગી ગયા. જો કે આ ગોળીબારમાં દાઉદના સાથીદારો ગંભીર રીતે ઘાયલ થયા પરંતુ દાઉદ ઇબ્રાહિમ બચી ગયો.
આ ઘટના પછી બન્ને ગેંગ વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ રહ્યો. દાઉદના શૂટર લતીફ અને પઠાણ ગેંગના સભ્યોને મારતા રહ્યા, તો બીજી તરફ લતીફ ગેંગના શૂટરોબદાઉદ ગેંગના સભ્યોને મારતો રહ્યા. ગુજરાતના અમદાવાદના એક નાનકડા વિસ્તારનો એક રીઢો અપરાધી લતીફ હવે મુંબઈના અંધારીઆલમનો એક મોટો ડોન બની ગયો હતો. લતીફે અન્ય દેશોની ગેંગ પર પણ પકડ જમવાનું શરૂ કરી દીધું હતું.(આગળનો ભાગ ક્રમશઃ)

ડોન લતીફની આગળની સ્ટોરી નિયમિત રીતે વાંચતા રહેવા માટે ફેસબુક પર અમારું પેજ Udaan Network લાઈક કરો.