(UdaanNetwork.com) આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલતા રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપણી સમક્ષ મૂકીએ છે. ગત રજુઆત ઇતિહાસ એ લતીફ: કહાની ડોનની સિરિઝને અદભુત પ્રતિસાદ આપ્યા બાદ એક નવી સિરીઝ- લોકસભા: આઝાદીથી આજ સુધી આપણી સમક્ષ લાવ્યા છીએ. ઉડાન નેટવર્કની આ રજુઆતમાં તમે દેશની આઝાદીથી લઈને આજ સુધીની લોકસભાની ચૂંટણી અને વડાપ્રધાન બનાવવા માટેના જનતાએ આપેલા જનમતની સંપૂર્ણ કહાની વાંચશો.

લોકસભા: આઝાદીથી આજ સુધી ભાગ-1

આપણા દેશનું લોકતંત્ર દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. આપણા દેશમાં ત્રણ આયોજનમાં ચૂંટણી થાય છે- લોકસભા, વિધાનસભા અને નગર/ગ્રામ પંચાયતની ચૂંટણી. આપણા દેશમાં મુખ્ય બે પક્ષો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી થતી આવી છે. વચ્ચે અન્ય કેટલાય નાના-મોટા પક્ષો આવ્યા પરંતુ તેઓ પોતાનું વર્ચસ્વ જમાવવામાં સક્ષમ રહ્યા નહી. આ નાના-મોટા પક્ષોએ કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન આપી દીધું.

જનતા દ્વારા ચૂંટાયેલા સાંસદો દ્વારા લોકસભા બને છે. બંધારણ મુજબ સદનમાં મહત્તમ 552 સભ્યો રહી શકે. હાલમાં 543 લોકસભાની બેઠકો માટે ચૂંટણી થાય છે. જેમાંથી બે સભ્યો એગલો-ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.

સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત 1952 ના વર્ષમાં લોકસભાનું આયોજન થયું અને પંડિત જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેઓ મૃત્યુપર્યત એટલે કે 1963 સુધી દેશના વડાપ્રધાન રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ કોંગ્રેસના નેતા ગુલજારીલાલ નંદા કામચલાઉ પ્રધાનમંત્રી બન્યા. બાદમાં લાલ બહાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા.

લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ ઇન્દિરા ગાંધીએ દેશના વડાપ્રધાનનું પદ સાંભળ્યું. આપતકાળ લગાવવાને કારણે ઇન્દિરા ગાંધીને સત્તા પરથી બેદખલ થવું પડ્યું અને મોરારજી દેસાઈ અને પછી ચરણસિંહ પ્રધાનમંત્રી બન્યા.1980 માં ઇન્દિરા ગાંધી ફરી એક વખત પ્રધાનમંત્રી બન્યા. વર્ષ 1984 માં ઇન્દિરા ગાંધીના જ બોડીગાર્ડે ઇન્દિરા ગાંધીની હત્યા કરી દીધી. બાદમાં રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. ફરી ચૂંટણી થઈ અને ઇન્દિરા ગાંધી લહેરને કારણે કોંગ્રેસે રેકોર્ડ બ્રેક મત મેળવ્યા અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા.

રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં મંત્રી રહેલા વી પી સિંહે બગાવત કરી અને બેફોર્સનો મુદ્દો ઉઠાવ્યો. જેના કારણે રાજીવ ગાંધીએ સત્તા ગુમાવવી પડી અને ભારતીય જનતા પાર્ટી તથા અન્ય વામપંથી પાર્ટીઓની મદદથી વી પી સિંહ વડાપ્રધાન બન્યા. વી પી સિંહ લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહી શક્યા નહી. બાદમાં કોંગ્રેસની મદદથી એચ ડી દેવગોડા અને ચંદ્રશેખર પ્રધાનમંત્રી બન્યા. તે પછી પી વી નરસિંહરાવના નેતૃત્વ વાળી ફરી કોંગ્રેસની સરકાર બની.

આ પછી 13 મહિના અને 13 દિવસ માટે અટલબિહારી વાજપેયીજી થોડા સમય માટે અને પછી સંપૂર્ણ કાર્યકાળ માટે પ્રધાનમંત્રી રહ્યા. આ દરમિયાન વચ્ચે ઇન્દ્ર કુમાર ગુજરાલ ના નેતૃત્વ વાળી સરકાર પણ બની હતી.

ત્યાર બાદ વર્ષ 2004 માં ડૉ. મનમોહન સિંહના નેતૃત્વ વાળી કોંગ્રેસની સરકાર બની, જે દસ વર્ષ એટલે કે 2014 સુધી ચાલી. 2014 માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી અને નરેન્દ્ર મોદી દેશના 14 માં વડાપ્રધાન બન્યા. ઉડાન નેટવર્કની ખાસ રજુઆત લોકસભા: આઝાદીથી આજ સુધી ના સમગ્ર ભાગ નિયમિત રીતે વાંચવા માટે અમારા ફેસબુક પેજ Udaan Network ને લાઈક કરો. (આગળનો ભાગ ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here