(UdaanNetwork.com) રાજકોટમાં પાટીદાર આગેવાનને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ટીકીટ મળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજકોટ માં લોકસભાની ટિકિટ ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા મળવાની વાત ચર્ચાઈ રહી છે. આ માટે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં પરેશ ગજેરાના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

રાજકોટના કાલાવડ ચોક, કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં 50 જેટલા પોસ્ટરો પરેશ ગજેરાના સમર્થનમાં લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટીકીટ આપવાથી પક્ષને ફાયદો થશે. આ પોસ્ટર પાટીદાર સમાજ, હિન્દૂ રામસેના અને અખિલ ભારતીય હિન્દૂ યુવા મોરચા દ્વારા લગાવવામાં આવ્યા છે.

આ અંગે પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, આ પોસ્ટર તેઓએ લગાવ્યા છે જેઓ ઈચ્છે છે કે મારે રાજકારણમાં આવવું જોઈએ. હું તેમની લાગણીને માન આપું છું. હાલ મારે ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ ભવિષ્યમાં જો ચૂંટણી લડવાનું થશે તો હું રાજકોટથી ચૂંટણી લડીશ. હું માનું છું કે હાલ નરેન્દ્રભાઈ મોદી જે રીતે કાર્ય કરી રહ્યા છે તે રીતે ભારતીય જનતા પાર્ટી સારી છે.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવા બાબતે પરેશ ગજેરાએ કહ્યું કહ્યું હાર્દિક જે મુદ્દા સાથે આવ્યો હતો તે મુદ્દાનો સવર્ણોને અનામત મળવાથી ઉકેલ આવી ગયો છે. હાર્દિકે પોતાની કારકિર્દી રાજકારણમાં બનાવવાનું નક્કી કર્યું છે તે સારી વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here