(UdaanNetwork.com) અંગ્રેજ સરકાર દ્વારા 24 માર્ચ, 1931 ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ત્રણેય ક્રાંતિવિરોને લાહોર જેલની અંદર રાખવામાં આવ્યા હતા. 24 માર્ચના રોજ ફાંસી આપવાની હોવાથી આગલા દિવસે 23 માર્ચના રોજ આ ત્રણેય ક્રાંતિવિરોના માતા-પિતા સહિત અસંખ્ય લોકો તેમને મળવા લાહોર જેલ આવ્યા.

ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને મળવા આવનાર લોકોની સંખ્યા એટલી હતી કે અંગ્રેજ અધિકારીઓ ગભરાઈ ગયા, તેથી અંગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને નક્કી થયેલ તારીખથી એક દિવસ અગાઉ એટલે કે 23 માર્ચ, 1931 ના રોજ સાંજના સમયે ફાંસીના માંચડે ચડાવી દીધા. બહાર મંજૂરી મેળવીને આ ત્રણેય ક્રાંતિવિરોને મળવાની રાહ જોઇને બેઠેલા લોકોને આ વાતની જાણ પણ ન થવા દીધી.

ત્રણેય ક્રાંતિવિરોને ફાંસી આપી દીધા બાદ તેમના મૃતદેહને લાહોર જેલના પાછળના ભાગમાં દીવાલમાં બાકોરું પાડીને બહાર લઈ ગયા અને સતલુજ નદીના કાંઠે હુસેનિવાલા ગામ પાસે તેમના મૃતદેહને સળગાવી દીધા. આ બધી નાલાયકીનું કામ જેલના મોહમદખાન નામના વોર્ડનનું હતું.

1947 માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, જ્યાં લાહોર જેલ હતી ત્યાં શાદમાન નામની ભવ્ય સોસાયટી બનાવવામાં આવી. પરંતુ જે માંચડા પર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી હતી તે માંચડો યથાવય રાખવામાં આવ્યો. સોસાયટી એવી રીતે બનાવવામાં આવી કે આ માંચડો સર્કલની બરોબર વચ્ચે આવે.

પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના સૌથી મોટા દુશ્મન અને હરીફ રઝા અહેમદ કાસુરીને પતાવી દેવા માંગતા હતા. આ માટે તેમણે એક પ્રોફેશનલ કીલર રાખ્યો. આ કીલર રઝા અહેમદ કાસુરીની હાલચાલ પર નજર રાખતો અને તેણે જોયું કે રઝા અહેમદ કાસુરી દરરોજ શાદમાન સોસાયટીના સર્કલ (એ સર્કલ કે જ્યાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી હતી તે જગ્યા) પાસેથી નીકળે છે અને કારમાં ડાબી બાજુ બેસે છે.

પ્રોફેશનલ કીલરે રઝા અહેમદ કાસુરીને મારવાની તારીખ નક્કી કરી અને તારીખ હતી 23 માર્ચ, 1974. આ તારીખે સવારે 9:30 ના સમયે રઝા અહેમદ કાસુરીની ગાડી ત્યાંથી પસાર થઈ અને કીલરે ફાયરીંગ કર્યું. ગોળી ગાડીમાં બેઠેલા વ્યક્તિના શરીરમાંથી પસાર થઈ ગઈ અને તે વ્યક્તિ મૃત્યુ પામ્યો. પરંતુ તે દિવસે બન્યું એવું કે રઝા અહેમદ કાસુરી ડાબી બાજુ બેસવાની જગ્યાએ જમણી બાજુ બેઠો હતો અને ડાબી બાજુ અન્ય વ્યક્તિ બેઠો હતો જે મૃત્યુ પામ્યો.

મિત્રો, આ અન્ય વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ જેની નાલાયકીને કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુના માતાપિતા તેમના સંતાનને ફાંસીએ ચડાવવાના હતા તેના આખરી દિવસે મળવા ન દીધા અને તેમની જાણ બહાર એક દિવસ અગાઉ ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા હતા તે મોહમદખાનનો એકનો એક દીકરો હતો. એ જ સ્થળે એ જ તારીખ 23 માર્ચે કુદરતે પોતાનું કાર્ય કર્યું. મિત્રો આ સત્ય બનેલી ઘટના શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવા વિનંતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here