(www.UdaanNetwork.com) લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં વધુ તારીખ પડતા વધુ સુનવણી આવતી કાલે થશે. સરકારી વકીલે હાઈકોર્ટમાં વધુ સમયની માંગ કરતા હાર્દિક પટેલના વકીલે ઉગ્ર વિરોધ કરતા કહ્યું હતું કે, આજે આ કેસની સુનાવણી ન થાય તો અરજદારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

બાદમાં સરકારી વકીલે વધુ એક દિવસના સમયની માંગ કરી હતી. હાર્દિક પટેલના વકીલે દલિલ કરી હતી કે હાર્દિક પટેલને ચૂંટણી ન લડવા દેવા માટે માટે સરકાર સુનાવણી ટાળી રહી છે. સરકાર જવાબ રજૂ કરવામાં વારંવાર સમય માંગી રહી છે.

આજ રોજ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં અગાઉ કોર્ટે કરેલા અવલોકનોના પણ રેકોર્ડ પર મુકવામાં હતા.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને 4 એપ્રિલ સુધીમાં લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્રક ભરવાના હોવાથી આ કેસ ઘણો મહત્વનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here