(www.UdaanNetwork.com) લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે રાજનેતાઓ લોકો પાસે મત માંગવાનું શરૂ કરશે. કેટલાક સાંસદ તો પાંચ વર્ષ દરમિયાન પોતાના મત વિસ્તરામાં એકવાર પણ ન ફરકતા તેમના પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સંસદની વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે. મોટા વરાછાની ખોડિયાર નગર સોસાયટીના લોકોએ પાણીની સમસ્યાનો નિકાલ નહી આવતા ધારાસભ્ય અને સાંસદની વિરુદ્ધમાં વ્યક્ત કર્યો છે. સોસાયટીના રહીશોએ બેનરમાં લખ્યું છે કે, અમારા પ્રશ્નોના નિરાકરણ વગર કોઈ પણ પક્ષના નેતાઓએ સોસાયટીમાં દાખલ થવું નહી, નહીંતર ચપ્પલ-બુટના હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવશે.

સ્થાનિકોએ બેનરમાં સવાલો કર્યા છે કે મોટા વરાછા વોર્ડ નંબર ૨ ની જનતાને પૂછવા માંગું છું કે, શું આપણા સાંસદે આપણને મીટર વગરનું પાણી આપ્યું? જયારે વેરાબીલમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે સાંસદ અને ધારાસભ્ય પૂછવા આવ્યા હતા? સુરતના 29 વોર્ડમાંથી વોર્ડ નંબર ૨ માં જ કેમ પાણી મીટર દ્વારા આપવામાં આવે છે? આ એક વોર્ડમાં પાણી મીટરથી આપવું અને અન્ય વોર્ડમાં પાણી મીટર વગર આપવું એ ભાજપનું બંધારણ છે કે, દેશનું બંધારણ છે?

મહત્વનું છે કે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં જ્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા મીટરથી પાણી આપવામાં આવ્યુ છે, ત્યારથી લોકોને પાણીબીલ વધારે આવવા લાગ્યું છે. આ બાબતે સ્થાનિક લોકોએ વહીવટી તંત્રમાં રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોએ પાણીબીલ ભરવાના બંધ કરી દિધા, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા પેનેલટી લગાવીને દર મહિનાના પાણીબીલ સ્થાનિકો આપવામાં આવ્યા હતા. જે બાદ સ્થાનિકોએ પાણીબીલ વધારે આવવાની રજૂઆત કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રીને પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here