(www.UdaanNetwork.com) સુરત લોકસભાની સીટમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરાતા મૂળ સુરતીને જ ટિકિટ આપવાની માંગ સાથેના બેનરો ચોકમાં લાગ્યા હતા તો હવે બીજી તરફ વરાછા વિસ્તારમાં પણ પાટીદાર સમાજ અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે.

બેનરમાં લખવામાં આવ્યું છે કે, સુરત લોકસભાની ટિકિટ પાટીદાર સમાજમાંથી અથવા સૌરાષ્ટ્રવાસીઓમાંથી જ કોઈને આપવામાં નહી આવે આવે તો અન્યાય સહન નહી કરે અને ચૂંટણીમાં જવાબ મતથી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં 18 લોકસભા બેઠક પરના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પરંતુ હજુ સુધી સુરત લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

ગત બે દિવસ પહેલાં મૂળ સુરતી વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથેના બેનરો ચોક વિસ્તારમાં લાગ્યા હતા. ત્યારે હવે સુરતના વરાછા, નાના વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગી ચોક, મોટા વરાછા, સીમાડા, કતારગામ, એકે રોડ અને અમરોલી વિસ્તારમાં પાટીદાર સમાજ અથવા સૌરાષ્ટ્રવાસીને લોકસભાની ટિકિટ આપવાની માંગ કરતા બેનર લગાવવામાં આવ્યા છે, જેથી હવે સુરતમાં રાજકીય ગરમાવો જામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here