(www.UdaanNetwork.com) સુરત લોકસભાના ઉમેદવારની યાદી જાહેર કરવામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને મૂંઝવણમાં છે. બંને પાર્ટી ક્યાં ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવી તે બાબતે હજુ સ્પષ્ટ થઇ નથી, ત્યારે અહીંથી બંને પક્ષ દ્વારા કઈ વ્યક્તિને ટિકિટ આપવમાં આવશે તેના પર સૌની નજર મંડાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. જેને ધ્યાનમાં લઈને હાલની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા એક મજબૂત નેતૃત્વ ધરાવતા વ્યક્તિને મેદાને ઉતારવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત-24 લોકસભાની ટિકિટ પરથી અશોક અધેવાડાને કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ મળી શકે છે. મહત્વનું છે કે અશોક અધેવાડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી છે. જો અશોક અધેવાડાને ટિકિટ મળે તો સુરતની આ લોકસભાની સીટ પર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે મજબૂત હરીફ સાબિત થઇ શકે છે. આ બાબતોને ધ્યાને લઈને સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત લોકસભા પરથી અશોક અધેવાડાને ટિકિટ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત બે દિવસ પહેલા સુરતના વરાછા, નાના વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગી ચોક, મોટા વરાછા, સીમાડા, કતારગામ, એકે રોડ અને અમરોલી જેવા વિસ્તારોમાં પોસ્ટરો લગાવી ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ તરફથી સુરત લોકસભાની ટિકિટ સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને બંને પાર્ટી તરફથી સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ તેજ બની છે, ત્યારે કોંગ્રેસ તરફથી સુરત લોકસભા પર અશોક અધેવાડાનું નામ લગભગ નક્કી જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here