(www.UdaanNetwork.com)  સુરત લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ત્યારે ગત રોજ સુરત કલેકટર કચેરી ખાતે સુરત-24 લોકસભા માટે ફોર્મની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં 27 લોકો દ્વારા 75 ફોર્મની વહેંચણી થઇ હતી.

આ ફોર્મ ભાજપ, કોંગ્રેસ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી પણ લેવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદલન સમિતિ તરફથી સુરત PAAS ના આગેવાન નરેશ વીરાણીએ ચૂંટણી ફોર્મના બે સેટ લીધા હતા. આ બાબતે ઉડાન નેટવર્ક દ્વારા નરેશ વિરાણી સાથે ટેલિફોનિક વાત કરતા નરેશ વીરાણીએ જણાવ્યું હતું, સુરત કોર્ટમાં તારીખ વખતે જયારે અલ્પેશ કથિરિયાને લાવવામાં આવ્યા હતા ત્યારે અલ્પેશ કથીરિયાએ શુદ્ધ શબ્દોમાં કહ્યું હતું કે સુરત લોકસભા સીટની ટિકિટ સૌરાષ્ટ્રવાસીને જ મળવી જોઈએ. જે કોઈ પાર્ટી સૌરાષ્ટ્રવાસીને ટિકિટ નહી તે પાર્ટીએ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

નરેશ વિરાણીને જયારે પૂછવામાં આવ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિએ અપક્ષમાંથી શા માટે ફોર્મ ઉપાડ્યું? જેના જવાબમાં નરેશ વીરાણીએ જણાવ્યું હતું કે, જો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટી તરફથી સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપવામાં નહી આવે તો અલ્પેશ કથીરિયા સુરતમાંથી કોઈ કન્વીનરને લોકસભાની ચૂંટણી લડવા ઉભા રાખશે.

ઉલ્લેખનીય છે કે ગત બે દિવસ પહેલા સુરતના વરાછા, નાના વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગી ચોક, મોટા વરાછા, સીમાડા, કતારગામ, એકે રોડ અને અમરોલી જેવા વિસ્તારોમાં પોસ્ટરો લગાવી ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ તરફથી સુરત લોકસભાની ટિકિટ સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here