(www.UdaanNetwork.com) રાજ્યમાં જમીનની ઓનલાઈન એનએની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર ઝડપ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરના દરેક જિલ્લાના કલેકટરને આદેશ કર્યો છે કે ઓનલાઈન એનએની સંપૂર્ણ પ્રકિયા ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવે તે આવશ્યક છે.

વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચન કર્યું છે કે, સમગ્ર પ્રક્રિયા પારદર્શીતાથી અને ટેકનોલોજીના માધ્યમથી વધુમાં વધુ 10 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે.

આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરેક જિલ્લાના કલેકટર સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેઓએ ઓનલાઈન એનએની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ઓનલાઈન એનએનો ઐતિહાસિક નિર્ણય તેમની સરકારે કર્યો છે જે મહત્વપૂર્ણ રિવોલ્યુશન બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here