(www.UdaanNetwork.com) લોકસભા ચૂંટણી લડવાની હાર્દિક પટેલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જો કે હાર્દિક પટેલની અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની મનાઈ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, 4 એપ્રિલ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. મહત્વનું છે કે વિસનગરના કેસમાં બે વર્ષની સજામાં જામીન પર છૂટેલ હાર્દિક પટેલ આ સજામાંથી મુક્ત થાય તો જ તે ચૂંટણી લડી શકે તેમ છે.

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકવાની મનાઈ કરતા કોંગ્રેસના નેતા હાર્દિક પેટેલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનવણીની મનાઈ કરી સુનવણી આગામી ચાર એપ્રિલ પર ધકેલી છે. ત્યારે હવે આગામી ચાર એપ્રિલે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here