(www.UdaanNeywork.com) લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની સાઉથ મુંબઈ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મિલિંદ દેવરાને રિલાયન્સ ગ્રુપના માલીક મુકેશ અંબાણી અને કોટક માહિદ્રા ગ્રુપના માલીક ઉદય કોટકે સપોર્ટ કર્યો છે.

કોંગ્રેસના સાઉથ મુંબઈની લોકસભા બેઠકના ઉમેદવાર મિલિંદ દેવરાએ આજ રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કરી લખ્યું હતું કે, નાના દુકાનદારથી લઈને મોટા ઉદ્યોગકાર- બધા માટે, સાઉથ મુંબઇ એટલે બિઝનેસ.

આ વીડિયોમાં પાનના ગલ્લાવાળા, કરિયાણાના દુકાનદાર તથા ડેરી દુકાનદાર થી માંડી મોટા ઉદ્યોગકારો કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાને સપોર્ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં રિલાયન્સ ગ્રુપના માલીક મુકેશ અંબાણી મિલિંદ દેવરાને સપોર્ટ કરતા કહી રહ્યા છે કે, મિલિંદ દસ વર્ષની સાઉથ મુંબઈનું નેતૃત્વ કરી રહ્યા છે. હું માનું છું કે તેમની પાસે સારું સામાજિક અને ઇકોનોમિક જ્ઞાન છે.

આ વીડિયોમાં કોટક મહિન્દ્રા ગ્રુપના માલીક ઉદય કોટક મિલિંદ દેવરાને સપોર્ટ કરતા કહી રહ્યા છે કે, હું પ્રામાણિકપણે માનું છું કે મિલિંદ દેવરા મુંબઈના લોકોને સારી રીતે સમજે છે. તેમનો પરીવાર લાંબા સમયથી મુંબઈ સાથે સંકળાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here