(www.UdaanNetwork.com) કહેવાય છે કે જો એકવાર કોઈ વ્યક્તિ કશું કરવાનું નક્કી કરી લે તો, પછી આ દુનિયામાં તેના માટે કઈ પણ અશક્ય નથી. આજે આપણે એવા જ એક વ્યક્તિની વાત કરીશું કે જેણે દેશની સૌથી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષા યુપીએસસીમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

આ યુવાનનું નામ છે કનિષ્ક કટારીયા. યુપીએસસીની તૈયારી કરવા માટે કનિષ્ક કટારીયાએ પોતાની એક કરોડ રૂપિયાના પગાર વાળી નોકરી પણ છોડી દીધી હતી. આ મામલે કનિષ્ક કટારીયાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઇચ્છાશક્તિ- એ એક એવી વસ્તુ છે જે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે જરૂરી છે. મે માત્ર દસ મહિના જ ટ્યુશન ક્લાસીસમાં તૈયારી કરી હતી અને એ પણ માત્ર પરીક્ષાની પેટર્ન સમજવા માટે.

વધુમાં કનિષ્ક કટારીયાએ જણાવ્યું હતું કે, મે મોટા ભાગનો અભ્યાસ કોઈ કોચિંગ ક્લાસીસની મદદ વિના મારી જાત મહેનતથી જ કર્યો હતો. હું દરરોજ બે થી ત્રણ સમાચાર પત્રો વાંચતો અને તેનું અધ્યન કરતો. આ ઉપરાંત મે કેટલીક વેબ સાઈટો પરથી નોટ્સ પર તૈયાર કરી હતી.

મહેનત અને ભાગ્ય વિષે કનિષ્ક કટારીયાએ કહ્યું હતું કે, ભાગ્ય એનો જ સાથ આપે છે જે વ્યક્તિ પોતાનો ધ્યેય નક્કી કરીને તે ધ્યેય પ્રત્યે મહેનત કરે. હું ક્યારેય ભાગ્યમાં વિશ્વાસ કરતો નથી, આ બધી વાતો કહેવતો પૂરતી જ છે. હું જ્યારે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દઈને આવ્યો ત્યારે મને એટલો વિશ્વાસ તો ચોક્કસ હતો કે હું આઈએએસ માટે સિલેક્ટ થઇ જઈશ, પરંતુ આટલી સારી રેન્ક આવશે તે મે ક્યારેય વિચાર્યું ન હતું.

જ્યારે કનિષ્ક કટારીયાને પૂછવામાં આવ્યું કે તેઓએ એક કરોડની નોકરી છોડીને યુપીએસસીની પરીક્ષા આપી આઈએએસ બનવાનું શા માટે નક્કી કર્યું? જેના જવાબમાં કનિષ્કે કહ્યું હતું કે તે આઈએએસ બની સમાજ સાથે સીધું જોડાણ સાધીને સમાજ સેવા કરી શકે છે.

સોશિઅલ મીડિયા અને મોબાઈલના ઉપયોગ વિષે કનિષ્ક કટારીયાએ કહ્યું હતું કે, સોશિઅલ મીડિયાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો તો તે સારું છે. અમે જ્યારે દિલ્હીમાં ટ્યુશન કરી રહ્યા હતા ત્યારે અમે ત્રણ મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેમાં અમે અવનવા સવાલો અને તેના જવાબો વિષે ચર્ચા કરતા.

ઉપરાંત કનિષ્ક કટારીયાએ જણાવ્યું હતું કે, મે દક્ષિણ કોરિયાના એક કરોડના પેકેજની નોકરી એટલા માટે છોડી હતી કે જેથી હું આઈએએસ અધિકારી બનીને દેશના નાના તબક્કાની સેવા કરી શકું.

 

આ લેખ આપ ઉડાન નેટવર્કના માધ્યમથી વાંચી રહ્યા છો. જો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો તથા અન્ય અવનવા લેખ વાંચવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન નેટવર્કને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here