(www.UdaanNetwork.com) ઉડાન નેટવર્ક ન્યુઝ: હાલ રાજ્યભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની તંગી ઉભી થઇ છે. જેને લઈને ધોરાજીના લોકોને પીવા માટે નર્મદાનું પાણી મળી રહે તેવી માંગ સાથે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે.

ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ધોરાજી, માણાવદર તથા કુતિયાણા વિસ્તારના 60 જેટલા ગામોને જૂની ભાદર-2 જૂથ યોજના હેઠળ પાણી આપવામાં આવી રહ્યું છે. અહીં નર્મદાની બલ્ક યોજનાનું લોકાર્પણ વર્ષ 2017 થી જ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં પણ નર્મદાનું પાણી આપવાની જગ્યાએ ભાદર-2 ડેમનું પાણી આપવામાં આવે છે.

વધુમાં લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સરકાર, પ્રદૂષણ બોર્ડ અને પાણી પુરવઠા બોર્ડ જાણે છે કે ભાદર-2 ડેમનું પાણી પીવાલાયક નથી. તેમ છતાં પણ સરકાર નર્મદાનું શુદ્ધ પાણી આપવાની જગ્યાએ ભાદર-2 ડેમનું પ્રદુષિત પાણી આપી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહી છે.

આમરણાંત ઉપવાસ મામલે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, મેં ઉપર સુધી રજુઆત કરી હોવા છતાં પણ મારી રજૂઆતો પર ધ્યાન ન આપતા હવે મારે આખરે શુદ્ધ નર્મદાનું પાણી મેળવવા માટે આમરણાંત ઉપવાસ પર બેસવું પડ્યું છે.

ઉપરાંત લલિત વસોયાએ કહ્યું હતું કે, જ્યાં સુધી શુદ્ધ પીવાલાયક પાણી આપવામાં આવશે નહિ ત્યાં સુધી મારા આ આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે અને જરૂર પડશે તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગામી દિવસોમાં કાયદો પણ હાથમાં લઈશ.

નિયમિત રીતે ન્યુઝ મેળવવા માટે લાઈક કરો ઉડાન નેટવર્ક ફેસબુક પેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here