(www.UdaanNetwork.com) ઉડાન નેટવર્ક ન્યુઝ, દિલ્હી: દિલ્હીમાં ગત રોજ 4 મે ના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન એક શખ્સે તેમને થપ્પડ મારી દીધી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગર રોજ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રોડ શો કરી રહ્યા હતા. જે દરમિયાન એક શખ્સ અરવિંદ કેજરીવાલની ગાડી પર ચડ્યો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોંફરન્સ કરી મોદી સરકારને આ થપ્પડ કાંડ પાછળ જવાબદાર ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં મારા પર આ નવમી વખત અને મુખ્યમંત્રી બન્યા બાદ પાંચમી વખત હુમલો થયો છે. મને નથી લાગતું કે દેશના 70 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ મુખ્યમંત્રી પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હોય. દરેક રાજ્યના મુખ્યમંત્રીની સુરક્ષાની જવાબદારી તે રાજ્યની પોલીસના હાથમાં હોય છે.

અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, મારા પર થયેલા હુમલા પાછળ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. આ ઘટના એક ભૂલ હતી કે પછી સુનિયોજિત ષડ્યંત્ર. મારુ માનવું છે કે ભુલ બે વાર થાય, ત્રણ વાર થાય, નવ-નવ વાર ન થાય. આ એક સુનિયોજિત ષડ્યંત્ર હતું. મારા પર જાનલેવા હુમલો કરાવી તેઓ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે, પરંતુ દિલ્હીની જનતા તેમને જવાબ આપશે.

 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષાની જવાબદારી દિલ્હીની પોલીસની હોય છે અને દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ કાર્ય કરતી હોવાથી અરવિંદ કેજરીવાલે આજ રોજ પ્રેસ કોંફરન્સ કરી કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

નિયમિત રીતે ન્યુઝ મેળવતા રહેવા માટે લાઈક કરો ઉડાન નેટવર્ક ફેસબુક પેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here