(www.UdaanNetwork.com) ઉડાન નેટવર્ક ન્યુઝ: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. મમતા બેનરજીએ આજ રોજ પોતાની એક ચૂંટણી સભા દરમિયાન કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામમંદિર તો નથી બનાવી શક્યા ને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનાવવાની વાતો કરે છે.

વધુમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની જનતા તમારી સામે ભીખ નથી માંગી રહી. તમારા ગુંડા નેતા (અમિત શાહ) અહીં આવ્યા અને કહ્યું પશ્ચિમ બંગાળ ગરીબ છે.

મમતા બેનરજીએ આજ રોજ મથુરા પુરામાં આયોજિત પોતાની ચૂંટણી પ્રચાર સભામાં પોતાના ભાષણમાં કોલકત્તામાં અમિત શાહના રોડ શો દરમિયાન મહાન શિક્ષણવિદ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો હતો.

ઉપરાંત મમતા બેનરજીએ કહ્યું હતું કે, મેરઠમાં આ લોકો ક્યારેક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી નાખે છે તો ક્યારેક ત્રિપુરામાં. આ ભારતીય જનતા પાર્ટીની આદત છે અને ગત મંગળવારે અમિત શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ આ જે કૃત્ય કર્યું છે તેનો બદલો લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજ રોજ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર જે જગ્યા પર ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવામાં આવી છે તે જગ્યા પર પંચધાતુથી નિર્મિત ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગરની પ્રતિના સ્થાપશે.

આ મામલે મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે અમે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનાવી દઈશું, અમારે તમારા રૂપિયાની જરૂર નથી. બંગાળ પાસે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનાવવાના રૂપિયા છે. તમે કહો છો કે તૃણમૂળના કાર્યકર્તાઓએ મૂર્તિ તોડી. મારી પાસે બધા વિડીયો રેકોર્ડીંગ છે. લાખ-લાખ વાર ખોટું બોલવા બદલ આવા પ્રધાનમંત્રીને ઉઠક-બેઠક કરાવવી જોઈએ.

નિયમિત રીતે ન્યુઝ મેળવવા માટે લાઈક કરો ઉડાન નેટવર્ક ફેસબુક પેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here