જાણો હિંદુ ધર્મમાં પૂજા શરુ કરતા પહેલા સંકલ્પ કેમ લેવામાં આવે છે

હિંદુ ધર્મમાં આસ્થા ને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે ઘરમાં સવાર સાંજ પૂજા કરવા માટે દીવો કરવાની પરંપરા છે. તેની સાથે જ પૂજા પાઠ પહેલા સંકલ્પ લેવામાં આવે છે. સંકલ્પ લઈને કરવામાં આવેલી પૂજા સફળ થાય છે.સંકલ્પ પૂજા વિધિ નો એક અનિવાર્ય અંગ માનવામાં આવે છે. પૂજા કરતા પહેલા સંકલ્પ કરી પૂજા કરવાથી માંગલિક પ્રભાવ પડે છે.

હિંદુ ધર્મમાં પૂજાથી પહેલા સંકલ્પ જરૂરી છે, પૂજા પહેલા જો સંકલ્પ ના લેવામાં આવે તો પૂજાનું પૂરું ફળ મળતું નથી.
એવું માનવામાં આવે છે કે સંકલ્પ વગર કરવામાં આવેલ પૂજાના બધા ફળો ઇન્દ્રને પ્રાપ્ત થાય છે. એટલા માટે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે રોજ પૂજા કરતા પહેલા સંકલ્પ લેવો જરૂરી છે, ત્યારબાદ પૂજા શરુ કરવી.

શાસ્ત્રોના સંકલ્પનો અર્થ છે કે ઇષ્ટદેવ અને આત્માને સાક્ષી માનવામાં આવે છે અને સંકલ્પ લેવામાં આવે છે કે આપણી ઇચ્છા પૂરી કરવા માટે આપણે પૂજા કરીએ છીએ અને આ પૂજા જરૂરથી પૂર્ણ કરીશું.

સંકલ્પ લેવા માટે, સૌ પ્રથમ હાથમાં જળ લઈને સમગ્ર સર્જનના પંચમહાભૂતો (આગ, પૃથ્વી, આકાશ, હવા અને પાણી) માં ભગવાન ગણપતિ પાણીના અધિપતિ છે. એટલા માટે ગણેશ ને સામે રાખી ને સંકલ્પ લેવામાં આવે છે. જેથી ગણેશજી ની કૃપાથી પૂજા કાર્ય નિર્વિઘ્ન્ન પૂરું થઈ શકે. પૂજાના સંકલ્પ પછી, તે પૂજા પૂર્ણ કરવી જરૂરી છે. આ પરંપરાથી, આપણી સંકલ્પ શક્તિ મજબૂત છે. માણસ ને અલગ અલગ પરીસ્થીનો સામનો કરવા માટેનો સાહસ પ્રાપ્ત થાય છે.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમખાસ નોંધ : આ લેખ ઉંડાન ટાઇમ્સ ના માધ્યમ થી વાંચી રહ્યા છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here