લૂ ની પરેશાની થી બચાવશે તમને આ આયુર્વેદિક ઉપાય

મિત્રો, આજકાલ ખુ જ ગરમી પડી રહી છે, જેના લીધે લોકો ને લૂ જેવી પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો તેનાથી બીમાર પડી જતા હોઈ છે. ગરમી જે રીતે વધી રહી છે તેના લીધે બીમાર થઈ જવું ઘણી સામાન્ય વાત છે. પરંતુ આ ઘણીવાર જાનલેવા સાબિત થઈ શકે છે. આજ સુધીમાં ના જાણે કેટલાય લોકો ગરમીના લીધે મરી ચુક્યા છે. આજે અમે તમને આ ગરમી થી બચવા માટે ઘણી જ આસાન આયુર્વેદિક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવા થી તમે લૂ થી બચી શકો છો.

જયારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારી સાથે કાચી ડુંગળી જરૂરથી રાખો. તે તમારા શરીર ણી બધી જ ગરમી ને દબાવી લેશે. એટલું જ નહિ તે ક્યારેય પણ તમને લૂ નહિ લાગવા દે. દિવસે અથવા રાત્રે કાચી ડુંગળી નું સેવન જરૂર થી કરો તેનાથી તમને લૂ નહિ લાગે અને તમને પેટની ગરમી માં પણ રાહત આપશે.

જો કોઈને લૂ લાગી જાય તો ચણાના લીલા સાગને પાણી માં બોળી રોગીના હાથ પગ પર માલીસ કરો તેનાથી ગરમી અને લૂ ની પરેશાની થી રાહત મળશે. એટલું જ નહી એવું કરવાથી તેના શરીર ની ગરમી પેટ ની ગરમી ને પણ શાંત કરી દેશે.

અમૃતધારાને તમે પણ અને રોગીને પાણી માં નાખી સવાર સાંજ સેવન કરવું, જો તમે પાણીની સાથે નહી પિય શકતા તો પતાશા સાથે પણ તેનું સેવન કરી શકો છો. તે પણ તમને ગરમી ની પરેશાની થી બચાવી શકે છે. ઠંડા પાણીમાં કપડું નાખી રોગીને એ કપડામાં લપેટી દેવાથી પણ ઘણી જ રાહત મળે છે.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન ટાઇમ્સ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here