સમુદ્રની વચ્ચે છે મહાદેવનું આ શિવલિંગ, દર્શન કરવાથી થાય છે મનોકામના પૂર્ણ

ગુજરાતના ભાવનગર માં કોળીયાક તટથી ત્રણ કિલોમીટર અંદર અરબ સાગર માં સ્થિત છે નિષ્કલંક મહાદેવ. અહી અરબ સાગર ણી લહેરો રોજ શિવલીંગો નો જળઅભિષેક કરે છે. લોકો પાણી માં ચાલીને આ મંદિર ના દર્શન કરવા આવે છે. આ માટે, તેને ભરતી નીચે જવા માટે રાહ જોવી પડશે.

વધારે ભરતી વખતે ફક્ત મંદિર ના પતાકા અને સ્તંભ જ નજર આવે છે. જેને જોઇને કોઈ અંદાજો પણ ના મારી શકે કે સમુદ્ર ણી અંદર મહાદેવનું પ્રાચીન મંદિર સ્થિત છે. અહી શિવજી ના પાંચ સ્વયંભુ શિવલિંગ ઉપસ્થિત છે.પાંડવોને લિંગ રૂપે ભગવાન શિવે દર્શન આપ્યા હતા, આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલ છે. મહાભારત ના યુદ્ધ માં પાંડવોએ કૌરવો ને મારીને યુદ્ધ જીત્યું હતું. પરંતુ યુદ્ધના અંત પછી, પાંડવો જાણે છે કે તેઓ તેમના પોતાના સંબંધીઓને મારી નાખવાના દોષી છે. આ પાપથી  છુટકારો મેળવવા માટે પાંડવ ભગવાન શ્રી કૃષ્ણ ને મળ્યા. શ્રી કૃષ્ણ એપાંડવોને એક કાળો ધ્વજ અને કાળી ગાય આપી કહ્યું આ જયારે સફેદ થઈ જાય ત્યારે સમજી લેજો તમને પાપ માંથી મુક્તિ મળી ગઈ.

આ માટે તે પાંચેય અલગ અલગ જગ્યા ઈ ગયા પણ ગાય અને ધ્વજા નો કલર બદલ્યો જ નહી. પરંતુ વર્તમાન માં ગુજરાતમાં સ્થિત કોળીયાક તટ પર પહુચ્યા તો તેનો કલર સફેદ થઈ ગયો. ભગવાન ભોલેનાથ તેની તપસ્યા થી ખુશ થઈ પાંચેય ભાઈઓ ને અલગ અલગ રૂપમાં દર્શન આપ્યા. આ પાંચેય શિવલિંગ એક વર્ગાકાર ચબુતરા પર બનેલા છે. અહી બાજુમાં એક નાનું પાણી નું તળાવ પણ છે.

ભાદરવા મહિના ની અમાસે ભરતી આવે છે. અને ત્યાં અમાવસ ના દિવસે મેળો પણ ભરાય છે, જેને ભાદરવી પણ કહેવામાં આવે છે. જો કે પૂર્ણિમા અને અમાવસ ના દિવસે ભરતી વધુ સક્રિય રહે છે તો પણ શ્રદ્ધાળુ ઓ તેના ઉતરવાની રાહ જોવે છે અને ભગવાન શિવના દર્શન કરે છે.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન ટાઇમ્સ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here