શું તમે પણ ભોજન કરતી વખતે મોબાઈલ અથવા ટીવીનો ઉપયોગ કરો છો ? તો જાણી લો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે

આજકાલ લોકો ખુબ જ એકલા થઈ ગયા છે, ઘર પરીવાર માં રહેતા પણ તેને અજીબ જ એકલાપણું લાગે છે. વધારે લોકો ખાવાનું એકલા બેસીને અથવા તેની રૂમ માં ખાવાનું વધારે પસંદ કરે છે. અને સાથે જ એવા પણ લોકો છે કે જે ટીવી અને મોબાઈલ વગર ભોજન કરવાનું પસંદ જ નથી કરતા. પરંતુ શું તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે ત્યાં મોટો સવાલ ઉઠે છે.

ખાવાના સમયે ટીવી અથવા મોબાઇલનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આપણે જે પણ ખાવી છીએ કે પીવી છીએ તેનાથી આપણા તન અને સ્વાથ્ય પર સીધી અસર પડે છે. જ્યારે પણ આપણે બહારનું ખાવાનું ખાઈએ છીએ ત્યારે લોકો કહે છે કે બહારનું ભોજન ના કરવું જોઈએ. સ્વાસ્થ્ય માટે તે ખરાબ છે. પણ ઘરનું ભોજન પણ ત્યારે જ અસર કરશે જ્યારે આપણે યોગ્ય રીતે ખાઈશું.

જ્યારે પણ આપણે મોબાઇલ અથવા ટીવી જોતા જોતા ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણ ને અંદાજો નથી રેહતો કે આપણે કેટલું ભોજન કરી રહ્યા છીએ. અમુક લોકો વધારે ખાઈ લેતા હોય છે અથવા તો તેઓ જાણતા જ નથી કે તેઓને ભૂખ કેટલી લાગી છે અને તે ભૂખ્યા જ ઉઠી જાય છે. જેની સીધો અસર આપણા વજન અને શરીર પર પડે છે. જેનાથી પાચન ખરાબ થાય છે અને આપણે ઘણા બીમાર પડી જઈએ છીએ.

જ્યારે પણ આપણે ખાતા હોઈએ ત્યારે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરીએ તો આપણે વારંવાર રીમોટ અથવા મોબાઈલને અડવી છીએ પછી તે જ હાથથી ખાવી છીએ. જ્યારે આ બંને પર એક જ ટોઇલેટ સીટથી પણ વધુ જર્મ્સ એટલે કે કીટાણું જોવા મળે છે. એટલા માટે ભોજન કરતી વખતે જેટલું બને એટલું તેનાથી દુર રહેવું.

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.
આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here