શું તમે પણ સફેદ વાળથી છો પરેશાન? તો અપનાવો આ ૭ ઉપાય

નાની ઉમરમાં સફેદ વાળ થવા પાછળ ઘણા બધા કારણો હોઈ છે અને એ જ કારણમાંથી એક કારણ છે ખરાબ ખાણી-પીણી. આવો જાણીએ ક્યાં કારણથી થાય છે સફેદ વાળ. નાની ઉંમરમાં સફેદ વાળ થવા પાછળ આ છે મોટા કારણો –

માતા-પિતા ના જીવન પર નિર્ભર હોઈ છે

એવું કહેવાય છે કે બાળકોના વાળ તેમના માતાપિતાના જીવન પર આધારિત છે. જો તમારી માતા અથવા પિતાના વાળ પતલા હોય તો તમારા વાળ પણ ખૂબ પતલા હોઈ છે. એ જ રીતે, જો તમારા માતાપિતા ના વાળ નાની વયે સફેદ થઈ ગયા હોઈ, તો પછી તમારા વાળ પણ નાની ઉંમરે જ સફેદ બને છે.

ધુમ્રપાનને લીધે

ધુમ્રપાનથી શરીરમાં ઘણું નુકસાન થાય છે અને ધુમ્રપાન પણ વાળ પર ખરાબ અસર કરે છે. એટલા માટે ધુમ્રપાન કરવાથી બચવું જોઈએ.

પ્રદૂષણ અને સૂર્યપ્રકાશને લીધે

પ્રદુષણને લીધે ઘણીવાર વાળ સફેદ થવા લાગે છે કારણ કે દૂષિત હવામાં ઝેરી પદાર્થો હોય છે અને આ પદાર્થો વાળને નુકસાન પહોંચાડે છે.

વધુ તણાવ લેવાને લીધે

અતિશય તણાવ લેવાથી વાળના આરોગ્ય પર ખરાબ અસર પડે છે અને તે સફેદ  થવા લાગે છે. એટલું જ નહિ વધુ તણાવ લેવાથી તે ખરવા પણ લાગે છે.

વાળ પર નવા શેમ્પૂ લગાવાથી

ઘણા લોકોને વાળ પર નવા નવા પ્રકારનાં શેમ્પૂનો ઉપયોગ કરવાની આદત હોઈ છે જે ખોટું છે. કેમ કે વારંવાર શેમ્પૂ બદલવા ને લીધે વાળને અસર કરે છે અને તે સફેદ થવાનું શરૂ કરે છે.

વિટામીન બી ૧૨ ની ઉણપ

વાળ માટે વિટામિન બી 12 ખૂબ જ મહત્વપૂર્ણ છે અને શરીરમાં તેની અછતને લીધે વાળ પર ખરાબ અસર પડે છે અને વાળનો રંગ સફેદ થવા લાગે છે.

હોર્મોનલ ફેરફારોને કારણે

મોટેભાગે હોર્મોન્સમાં ફેરફાર તમારા વાળને સફેદ બનાવવાનું કારણ બને છે. સ્ત્રીઓમાં વધુ હોર્મોનલ ફેરફારો જોવા મળે છે. તેથી, સ્ત્રીઓ એ સમય-સમય પર તેમનું ચેકઅપ કરાવવું જોઈએ.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ 
ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.
આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here