ભારતની સંસ્કૃતિ વર્ષોથી ધાર્મિક હતી, ધાર્મિક છે અને સમય પ્રમાણે ધાર્મિક રહેશે. દિવસે દિવસે સમયને આધીન થઈને માણસ ભગવાનને માનતો રહે છે. આજ કાલની પેઢીઓ ભગવાન કરતાં ટેકનોલીજીને વધારે મહત્વ આપે છે.

ખરી રીતે તો ભગવાને આપણને બધાંને એક જ સરખો સમય આપ્યો છે. અમુક વ્યક્તિઓ પોતાના પુરા દિવસમાંથી પણ ભગવાન માટે સમય ફાળવી શકે છે. અમુક વ્યક્તિઓ હંમેશા તેમના ચેહરા પર ફરિયાદ લઈને ફરે છે કે, સમય નથી….સમય નથી…. ખરી રીતે આપણે ભગવાન માટે સમય નથી આપી શકતા તેનું કારણ છે કે આપણી પોતાની બેદરકારી.

આપણે જાણીએ છીએ કે હરી ઈચ્છા વગર કોઈપણ કાર્ય શક્ય નથી. તે ધારે તો દુષ્કાળ અને તે ધારે તો લીલોદુકાળ. હરિની ઈચ્છા વગર આપણે જીવી પણ નથી શકતા અને મરી પણ નથી શકતાં. આટલું જાણવા અને સ્વીકારતા છતાં આપણે સમયના અભાવનું ખુસ સુંદર રીતે બહાનું બનાવીને સરળતાથી જુઠ બોલીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના મોજશોખ માટે સમય આપી શકતો હોય તો પોતાના કુળદેવી માટે તો સમય આપી જ શકે ને ? જે હંમેશા આપણા માટે સારું કરે છે. હંમેશા આપની જોળીને ખુશીઓથી માલામાલ કરી દે છે.

કુળદેવીના આશીર્વાદથી આપણું કુટુંબ આગળ વધી રહ્યું છે, આપણો પરિવાર સલામત છે. તો પછી કુળદેવી અને કુળદેવતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણા બાપ-દાદાઓ આપણા માટે પૂજા પાઠ કરતા. કુળદેવી અને કુળદેવતા પાસે પ્રાર્થના કરતા, અમારા સંતાનો ક્યારેય કોઈ ખોટા રસ્તે ના ચડે, અમારા બાળકોની હંમેશા રક્ષા કરજો, બાળકો નાના છે, તેમને ખુશી અને સુખ આપજો, તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, અને અમારા કુળનો ઉદ્ધાર કરે, તેવી શક્તિ અમારાં સંતાનોને આપજો.

અમારા સંતાનો પર હંમેશા તમારી કૃપા વરસતી રહે. પરંતુ દરેક ઘરના વડીલોને પોતાના દરેક કાર્ય માટે ભગવાન પર અતુટ શ્રધ્ધા હોય છે. અમુક વ્યક્તિઓ પોતાના કુળદેવી કે કુળદેવતા પર અનહદ શ્રધ્ધા રાખતાં હોય છે. તે શ્રધ્ધા અને કુળદેવીની અસીમ કૃપાથી પરિવાર સલામતી, સુખ, શાંતિ અને ખુશીઓની કૃપાથી મહેકતો રહે છે. જ્યાં કુળદેવીની કૃપા હોય છે તે ઘરમાં સંતોષ અને સુખની સાથે શાંતિનો અહેસાસ હોય છે. તેમજ તે ઘર ધાર્મિકતાની છત્રછાયામાં હંમેશા નવપલ્લિત રહે છે.

જે સુખ કરોડપતિના ઘરમાં પણ જોવા મળતું નથી. દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે. તે આ ભક્તોના દુઃખ વખતે માં ની કૃપા કામ કરે છે. તમને અસહ્ય પીડા થતી હોય તો ડોક્ટર ઘરે નથી આવતાં પરંતુ તમારે ડોક્ટર પાસે જવું પડે છે.

આપણા કુળદેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિતનાં ભૂખ્યા છે તેમના મા શ્રદધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય. બોડાણા હંમેશા ડાકોરથી દ્વારકા પૂનમ ભરવા જતાં પરંતુ ઉંમર થતાં ભગવાનની માફી માંગી કે હવે મારાથી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોરમાં આવી ગયા. આને કહેવાય શ્રધ્ધા જ્યાં ભકતોના પ્રેમમાં નિખલાશતા અને નિસ્વાર્થ વિશ્વાસ ભગવાન જોવે ત્યાં જરૂર આવે છે. જ્યાં વિશ્વાસ અને ભરોસો છે ત્યાં દરેક કાર્ય તેને સમર્પિત થઈને કરવામાં આવે છે, તેથી દરેક કાર્ય માટે ક્યારેય કોઈ નુકસાની થતી નથી. તેથી વર્ષમાં એકવાર કુળદેવીના દર્શન કરવા જરૂર જવું જોઈએ.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ
ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.
આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here