આપણા શરીર માં દરેક જગ્યા એ વાળ હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે ? આપણા શરીરમાં અલગ અલગ અંગો એ વાળ ઉગવાનું અલગ અલગ કારણ હોય છે. આં રીતે આપણા નાક માં પણ વાળ હોય છે. આજ ના લોકો મૂછ, દાઢી, આંખ, આઇબ્રો અને માથા સિવાય બીજે ક્યાય વાળ પસંદ નથી કરતા. પણ તેઓ ને ખબર નથી કે આ વાળ આપણી સુરક્ષા માટે છે. મહિલાઓ સુંદર દેખાવા માટે આખા શરીરમાં વેક્સિંગ કરાવે છે. એમના માટે તો ચાલશે  પણ પુરુષો  એ આવું ન કરવું જોઈએ.

અને અમે તમને નાક માં રહેલા વાળ વિષે જણાવીશું. અમે તમને જણાવીશું કે નાક માં રહેલા વાળ ને કાપવા જોઈએ કે નહિ અને તેના દ્વારા શું ફાયદો અને નુકશાન થાય છે. તમારે જો નાક ના વાળ ને કાપવા હોય તો સૌથી સરળ રીત કઈ છે એ વિષે પણ આજે વાત કરીશું. આ બધા વિષે આપણે વાત કરીશું અને તે પણ જાણીશું કે  આપણા નાક ને હમેશા સાફ સુથરું કઈ રીતે રાખવું જોઈએ.

જયારે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ ત્યારે નાક ની અંદર હવા સાથે ધૂળ , માટી અને આવો બધો કચ્રોપણ અંદર જતો રહે છે. પણ જો નાક ના વાળ હોય તે આ બધા કચરા ને ફિલ્ટર કરી અને તાજી હવા અંદર જવા દે છે. તેના લીધે આપણા નાક માં રહેલા ખરાબ તત્વો બહાર જ રહે છે. અને શુદ્ધ હવા અંદર જાય છે. નાક ના વાળ ને લીધે અંદર હવા ફિલ્ટર થઇ ને જાય છે.

અમુક લોકો ને વાળ ખુબ જ વધી જાય છે. નાક ની બહાર પણ અમુક ને જતા રહે છે. આવું થાય ત્યારે સુંદરતા ખરાબ થઇ જાય છે. આ અલ કાપવા ખુબ જ જરૂરી હોય છે. આ વાળ તમે કાતર દ્વારા કાપી શકો છો. પણ ધ્યાન રાખવું કે જયારે વાળ કાપો ત્યારે કોઈ નસ ન કપાઈ જાય માટે બહુ ધાર વાળી કાતર નો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ રીતે નાક ના વાળ કાપવામાં સાવચેતી રાખવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here