મિત્રો , આપણા હિન્દુ ધર્મ મા સૂર્યદેવ નૂ પૂજા નુ અનેરુ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર નિયમીત સૂર્યદેવ ની પૂજા કરવી જોઇએ. પરંતુ , રવિવાર ના દિવસે થોડુ વિશેષ પૂજન-અર્ચન કરવુ જોઈએ. જ્યોતિષશાસ્ત્રો મુજબ સૂર્ય એ સર્વગ્રહો નુ આધિપત્ય ધરાવે છે અને સૂર્યદેવ ના પૂજન થી આપણી સર્વ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

એવુ કહેવાય છે કે જો તમારી કુંડળી મા સૂર્ય તેના યોગ્ય સ્થાને ના હોય તો વ્યક્તિ ને સમાજ મા માન-પ્રતિષ્ઠા તથા ઉચ્ચ સ્થાન મળી શકતુ નથી. જો તમારી કુંડળી મા સૂર્ય બળવાન ના હોય તો તમારે ઘણી વિપરીત પરિસ્થિતીઓ મા થી પસાર થવુ પડે છે. માટે આપણે બધા ગ્રહો ની શાંતિ માટે પૂજા રાખવા ની જગ્યા એ ફક્ત સૂર્યદેવ નુ જ પૂજન કરીએ તો વ્યક્તિ નુ નસીબ ચમકી જાય છે.

પ્રાચિન સમય થી સૂર્યદેવ ને એક વિશેષ એક સ્થાન તથા મહત્વ આપવા મા આવ્યુ છે. એવુ કહેવાય છે કે સૂર્યદેવ જો તમારા પર રાજી થઈ જાય તો તમારી આયુ , સ્વાસ્થ્ય , નાણા , સંતાન , મિત્ર , યશ , કિર્તી તથા સુખ-સુવિધાઓ મા વૃધ્ધિ લાવે છે. નિયમીત પરોઢે બ્રહ્મમહુર્ત મા ઊઠી ને સ્નાન કરી ને જો લાલ રંગ ના પોશાક ધારણ કરી ને તામ્રધાતુ ના એક લોટામા જળ ભરી ત્યારબાદ આ જળ મા ચપટી ભરી લાલ ચંદન ઉમેરો.

એક ફુલ ને નાખી આ લોટો લઈ ને સૂર્યદેવ ની સમક્ષ ઊભા રહી ને બંને હાથો વડે લોટા ના જળ ને સૂર્યદેવ ને અર્પણ કરવા મા આવે તો તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એ વાત નો ખ્યાલ રહે જ્યારે તમે આ ક્રિયા કરો છો ત્યારે તમે સુર્યદેવ ની સમકક્ષ ઊભા રહ્યા હોવા જોઈએ.

આ ક્રિયા પૂર્ણ થાય એટલે બે હાથ જોડી અને મસ્તક નમાવી ને સૂર્યદેવ ને વંદન કરવુ. આ ઉપરાંત સૂર્યદેવ નુ પુજન ક્યારેય પણ સ્નાન કર્યા વગર ના કરવુ. સૂર્યદેવ ને જળ અર્પણ કરતી વખતે ક્યારેય પણ તેમા ગોળ કે ખાંડ ના ઉમેરો. ક્યારેય પણ જળ અર્પણ કરવા માટે કાચ કે પ્લાસ્ટિક ના પાત્ર નો ઉપયોગ ના કરવો. હંમેશા તાંબા ના પાત્ર નો જ ઉપયોગ કરવો.

હાલ બધા ગ્રહો મા સૌથી શક્તિશાળી સૂર્ય કર્ક રાશિ મા પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ પૂર્વે તે મંગળ રાશિ મા વિચરી રહ્યો હતો. આ રાશિપરિવર્તન અન્ય રાશિઓ ના જીવન મા અનેક શુભ-અશુભ પ્રભાવ પાડશે. તો ચાલો જાણીએ આ રાશિ પરિવર્તન કઈ રાશિ માટે લાભદાયી અને કઈ રાશિ માટે નુકશાનકારક છે.

વૃષભ :

સૂર્ય આ રાશિ ના ત્રીજા સ્થાન મા વિચરશે. આ પરિવર્તન આ રાશિજાતકો ના જીવન મા એક અલગ જ ઉર્જા નો સંચાર કરશે. આ સૂર્ય ના પ્રભાવ થી તમારુ કાર્યસ્થળે માન-સન્માન વધશે. તમારા સહકર્મીઓ નો સાથ-સહકાર મળી રહેશે.

કર્ક :

આ રાશિ મા સુર્ય નો પ્રવેશ થતા જ રાશિજાતકો નો સ્વભાવ અહંકારી તથા તે ચિડીયાપણુ અનુભવશે. માટે પોતાની વાણી પર ખાસ નિયંત્રણ રાખવુ. નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

મેષ :

સૂર્ય આ રાશિ ના ચોથા સ્થાન મા વિચરશે. જેથી યોગ્ય જીવનસાથી મળવા ના યોગ સર્જાશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ સ્તર પ્રાપ્ત થઈ શકે છે. વાદ-વિવાદ થી દૂર રહેવુ. ઘર મા માનસિક તણાવભર્યુ વાતાવરણ સર્જાઈ શકે.

મિથુન :

સૂર્ય આ રાશિ ના બીજા સ્થાન મા વિચરશે. આ પરિવર્તન તમારા સ્વભાવ મા ધરખમ ફેરફાર લાવશે. તમે ક્રોધ ની જ્વાલા મા સળગી શકો. જેના લીધે તમે એવા ઉતાવળીયા નિર્ણયો લઈ શકો જે તમને નુકશાન પહોચાડી શકે.

મીન :

આ રાશિ મા સૂર્ય પાંચમા સ્થાન મા વિચરશે. કાર્યસ્થળે આવતી તમામ બાધાઓ દૂર થશે. આ ઉપરાંત વિદ્યાર્થી વર્ગ માટે સાનૂકુળ સમય જણાય છે. જો પરિશ્રમ કરવા મા આવે તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવુ.

કુંભ :

આ રાશિ મા સૂર્ય છઠ્ઠા સ્થાન મા વિચરશે. ઘર-પરિવાર મા ખુશીઓ નો માહોલ સર્જાઈ શકે. પ્રેમ સંબંધ માટે સાનૂકુળ સમય. કોઈપણ અગત્ય ના નિર્ણયો લેતા પહેલા અનુભવી ની સલાહ લેવી.

મકર :

આ રાશિ મા સૂર્ય સાતમા સ્થાન મા વિચરશે. જેથી ઘર મા થોડો તણાવભર્યો માહોલ સર્જાઈ શકે. તથા વાદ-વિવાદ ના થાય તે માટે વાણી પર નિયંત્રણ રાખવુ.

ધનુ :

આ રાશિ મા સૂર્ય આઠમા સ્થાન મા વિચરશે. જેના કારણે થોડી નુકશાની નુ વાતાવરણ સર્જાશે અને સ્વાસ્થ્ય કથળવા ની પણ શક્યતાઓ રહેશે. નાણા ની લેવડ-દેવડ કરતા સમયે સાવચેતી રાખવી.

વૃશ્ચિક :

આ રાશિ મા સૂર્ય નવ મા સ્થાન મા વિચરશે. જેના લીધે આવનાર સમય મિશ્ર સાબિત થશે. નાણા મેળવવા ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. તમારુ ભાગ્ય ચમકી જશે.

સિંહ :

આ રાશિ મા બાર મા સ્થાન મા સૂર્ય વિચરશે. જેથી તમને ભારે પ્રમાણ મા ધનલાભ થવા નો છે. ભવિષ્ય મા વિદેશયાત્રા થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈપણ સાથે નાણા ની લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી વર્તવી.

કન્યા :

આ રાશિ મા અગિયાર મા સ્થાન મા સૂર્ય વિચરશે. વ્યાવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ફાયદો થશે તથા વિદ્યાર્થીઓ ની બુધ્ધિ તથા કાર્યક્ષમતા મા વૃધ્ધિ થશે. અભ્યાસ અંગે સમય સાનૂકુળ જણાઈ આવે છે.

તુલા :

આ રાશિ મા સૂર્ય દશમા સ્થાન મા વિચરશે. જેથી કાર્યસ્થળે તમને ઉચ્ચ સ્તર પ્રાપ્ત થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કાર્યસ્થળે તમને તમારા સહકર્મીઓ નો સહકાર મળી રહેશે. આ બધા ને લીધે થોડુ અભિમાન જાગશે પરંતુ , નિયત્રણ મા આવી જશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here