સૌથી જુનું પુસ્તક રામાયણ વિશે તો આપણે જાણીતાજ હોય છે. તે પુસ્તક માં દર્શાવેલા પિતૃ પ્રેમ વિશે આપણે જાણતા જ હશું. રામાયણ માં શ્રવણ નો  ઉલ્લેખ એક જગ્યા આવે છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રવણ પોતાના માતા પિતા જે અંધ હોય છે તેને ખંભા ઉપર ઉપાડી અને યાત્રા કરવા લઇ જાય છે. એવામાં તેના માતા પિતા ને પાણીની તરસ લાગે છે અને તે તેના માટે પાણી ભરવા જાય છે. તે જયારે પાણી ભરતો હોય છે ત્યારે રાજા દસરત નું બાળ તેને લાગી જાય છે અને શ્રવણ મૃત્યુ પામે છે. તમને ખબર છે કે આજના સમય માં પણ આ શ્રવણ પોતાના માતા પિતા ની ભક્તિ માટે ખુબજ પ્રસિદ્ધ છે.

મધ્યપ્રદેશ જબલપુર ના રહેવાશી કૈલાશ ગીરી ને ત્યાં આજ ના યુગ નો શ્રવણ છે. આ વાત 20 વર્ષ પહેલાની છે. કૈલાશગીરી ની માતા એ તેના પુત્ર પાસે ચારધામ નિ યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ તેની માતા અંધ હતી. તે  કૈલાશ તેની માતા ની ઈચ્છા પૂરી કરવામાટે તેને તેની માતા નો ભાર ખંભા પર ઉપાડી અને 36000 કિમી ચાલી ચુક્યા છે.

જયારે આ યાત્રા આજ ના શ્રવણ એ શરુ કરી હતી ત્યારે તેની ઉમર 25 વર્ષ ની હતી અને આજે તે લગભગ 50 વર્ષ ના થઇ ગયા હશે. જયારે કૈલાશગીરી નાના હતા ત્યારે તે કોઈ કારણસર   પડી ગયા હતે અને તેને ખુબજ લાગ્યું હતું. તેના છોકરા  ને સારું થઇ જાય તેના માટે  તેમની માતા એ ચારધામ ની યાત્રા કરવાની માનતા માની હતી. તેમની માતા ની ઈચ્છા પુરીકરનાર તેના દીકરાએ ક્યારેય પણ તેની માતા  ને એવું નથી લાગવાદીધું કે તે એકલી છે.

કૈલાશગીરી ની માતા લગભગ 92 વર્ષ ના થઇ ચુક્યા છે. કૈલાશગીરી ને યાત્રા દ્વારા મળેલા સમ્માન થી તેની માતા માટે તેને હાથેજ જમવાનું બનાવ્યું છે અને તેની માતા ને પ્રેમ થી ખવડાવ્યું છે. કૈલાશગીરી તેની માતા ને ખંભા ઉપર બેશાળી અને રોજ 5 થી 6 કિમી ચાલતા હતા. કૈલાશ તડકો હોય કે છાયો તે સવારે 6:30 વાગા થી લઇ ને સાંજે જ્યાં સુધી સુરજ ના ડુબે ત્યાં સુધી ચાલતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here