એક રાજા હતો તે બહુ જ શોખીન હતો તેને કોમ્પીટીશન કરવાનો ખુબ જ હરખ હતો. તે મસ્ત મસ્ત પ્રતિયોગીતા કરતા અને લોકો ખુબ જ ઉત્સાહથી તેમાં ભાગ લેતા. તેના લીધે રાજ્ય ના લોકો ખુબ જ ખુશ અને ઉત્ત્સાહી  રહેતા. એકવાર રાજા એ તેના રાજ્યમાં એક સુંદર બગીચો બનાવ્યો. આ બગીચા માં રાજા એ ઘણી બધી મોંઘી વસ્તુઓ રાખી. અને ગામના લોકો ને કહ્યું કે જે લોકો આ બગીચા માંથી નવી નવી સૌથી કીમતી વસ્તુ શોધી લાવશે એમને ઇનામ મળશે.

આ સાંભળીને લોકો ખુબ જ ખુશ થઇ ગયા. લોકો બગીચા માં ગયા અને ત્યાંથી નવી નવી વસ્તુઓ શોધવાની એમને ખુબ જ મજા આવી. દરેક લોકો નવી નવી વસ્તુ શોધવા માટે લાગી ગયા. બધા લોકો ને નવી નવી વસ્તુઓ મળી કોક ને સોનું મળ્યું કોક ને ચાંદી મળી. ઘણા ને તો હીરા ના આભુષણ પણ મળ્યા. કોક ને સાચા હીરા પણ મળ્યા. આ બધી વસ્તુની સામે બધા ને ખુબ જ સરસ ઇનામ પણ રાજા એ આપ્યા.

આ બધા ચાલ્યા ગયા પછી ત્યાં એક સંત આવ્યા. તેઓ દુર દુર સુધી બગીચા માં ગયા અને છેલ્લે ખાલી હાથ પાછા આવી ગયા. ત્યાંથી બહાર આવી ને સંત રાજા ને કહે કે હું દુનિયાની સૌથી કીમતી વસ્તુ લાવ્યો છુ ત્યારે રાજા એ કહ્યું કે તમે તો ખાલી હાથ એ આવ્યા છો તમારા હાથમાં તો કઈ જ નથી. આ વાત નો જવાબ સંત એ આપ્યો કે હું મારી સાથે સંતોષ લાવ્યો છુ.

રાજા એ સંત ને પૂછ્યું કે તમે સંતોષ લાવ્યા એ બરાબર પણ શું તમારો સંતોષ બધી વસ્તુ કરતા વધુ મુલ્યવાન છે? સંત એ  રાજાને કહ્યું એ બગીચાની દરેક વસ્તુનું એક મુલ્ય છે. સંતોષ નું કોઈ મુલ્ય નથી. સંતોષ અમુલ્ય છે. જો કોઈ માણસ ને જીવનમાં સંતોષ મળે તો એમને બીજી કોઈ ઈચ્છા રહેતી નથી. રાજા ને સંત ની વાત સમજાઈ ગઈ અને તેણે સંત ને પોતાના જીવનના સલાહકાર બનાવી લીધા. આ વાત ઉપરથી આપણને એક વાત સીખવા મળે કે સંતોષ થી વધુ કોઈ વસ્તુનું મુલ્ય નથી.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here