મારા લગ્ન થયા અને આજે લગ્ન ની પ્રથમ રાત્રિ હતી. હું પેહલી વખત કોઈ પુરૂષ ને મારું સર્વસ્વ સોંપવાની હતી. અંગત મિત્રો સાથે થયેલી વાતચીત અને નિહાળેલા પોર્ન વિડિયોઝ એ મારા માનસપટ માં અનેક સ્વપ્નો તથા દ્રશ્યો નું નિર્માણ કરી દીધુ હતું. માથુ ઝુકાવી અને હાથ માં દૂધ નો ગ્લાસ લઈ ને રૂમ મા પ્રવેશવા ની તૈયારી કરી રહી હતી. હજુ સુધી માનસપટ માં તે જ દ્રશ્યો ઘૂમી રહ્યા હતા પરંતુ , એ વાત નો મને જરા પણ અહેસાસ ના હતો કે થોડા જ ક્ષણો માં મને ખૂબ જ અસહ્ય ઝટકો લાગવાનો છે.

હું તો મારા સ્વપ્ન મા ખોવાયેલી હતી કે જયારે હું રૂમ માં પ્રવેશ કરીશ એટલે મારા પતિ મને દબાવીને ગળે લગાવી લેશે , મને ચુંબનો કરશે અને આખી રાત્રિ મને પ્રેમ કરશે. પરંતુ , જયારે હુ રૂમ માં પ્રવેશી તો વાસ્તવિકતા મારા સ્વપ્ન થી તદન અલગ જ હતી. હું રૂમ મા આવી તે પૂર્વે મારા પતિ સૂઈ ગયા હતા. મારા લગ્ન થયા ત્યારે મારી વય ફકત ૩૫ વર્ષ હતી. મારા માટે આ દ્રશ્ય ખૂબ જ અસહ્ય હતું.

થોડી ક્ષણ માટે તો મને એવો વિચાર આવ્યો કે જાણે મારા પતિ એ મારા અસ્તિત્વ ને નકારી કાઢયું. આગલા દિવસે મે મારા પતિ ને મારી લાગણીઓ મારા સ્વપ્નો વિશે જણાવ્યું પરંતુ ,તેમના તરફ થી મને મારી વાત નો યોગ્ય પ્રત્યુતર નહોતો મળી રહ્યો. હુ મારી વાત કરતી અને તે ઉતર માં ફકત પોતાનુ માથુ હલાવતા. મે વિચાર્યુ કે અમુક પુરૂષો સ્ત્રીઓ કરતાં પણ વધુ શર્માળ હોય છે અને મારા પતિ પણ તેમાના એક છે. પરંતુ , હજુ પણ મને આ બધી વાતો થી સંતોષ નહોતો મળી રહ્યો.

અમારી લગ્ન ની પહેલી રાત્રિ પછી ની રાત્રિઓ પણ તેવી જ રીતે પસાર થઈ. મે મારા સાસુ ને આ વિશે પૂછયું તો તેમણે પણ પોતાના પુત્ર નો બચાવ કરતાં કહ્યુ કે તે થોડો શરમાળ છે અને નાનપણ થી જ તે બોયઝ સ્કૂલ માં ભણ્યો છે એટલે તે કોઈપણ સ્ત્રી સાથે વાત કરવામાં ખચકાટ અનુભવે છે. પરંતુ , હજુ પણ મને આ જવાબ થી સંતોષ નહોતો મળી રહ્યો. મારી આશાઓ તથા મારા સ્વપ્નો દિવસે-દિવસે તૂટી રહ્યા હતા.

મારી આ વ્યથા નુ કારણ ફકત સેકસ જ નહોતુ પરંતુ , તે મને અવગણી રહ્યા હતા. તે મારી સાથે બેસીને બે મિનિટ હળવો સમય પણ પસાર નહોતા કરી રહ્યા. હવે મને કંઈ જ નહોતું સમજાઈ રહ્યું કે હું શું કરું. સામાન્ય દિવસો માં તો ઠીક તે ઓફિસે કામ પર હોય છે અને આવે એટલે થાકી જતાં હોય છે પરંતુ , રજા ના દિવસો માં પણ તે કયાંક ને કયાંક બહાર ચાલ્યા જતા. એક દિવસ મારા ધૈર્ય નો અંત આવ્યો અને સંજોગોવશાત્ આજે તે ઘરે પણ હતા.

હું રૂમ માં ગઈ અને દરવાજો લોક કરી દિધો. આ જોઈને તે સફાળા ઉભા થઈ ગયા. મે તેમની પાસે જઈને પ્રેમપૂર્વક પૂછયું , શું તમે મને પસંદ નથી કરતા ? તમને મારા થી પ્રોબ્લેમ શું છે? તો તેમણે પ્રત્યુતર આપ્યો મને , કોઈ જ પ્રોબ્લેમ નથી અને મે આ તક નો ફાયદો ઉઠાવીને તેમને પોતાની તરફ આકર્ષિત કરવાની અને તેમની શારીરિક છેડતી કરવાની શરૂ કરી દીધી. પરંતુ , તેની તેમના પર કોઈપણ પ્રકાર ની અસર જ નહોતી થઈ રહી.

ત્યાર બાદ એક દિવસ મને ખબર પડી કે તે નપુંસક છે અને આ વાત તેમને અમારા લગ્ન પૂર્વે જ ખબર હતી. તે અને તેના માતા-પિતા આ વાત જાણતા હતા. તેમણે મને અંધારા માં રાખી અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મે જયારે આ વાત તેમને પૂછી તો તેમણે તેનો અસ્વીકાર કર્યો. મિત્રો આપણા સમાજ માં સ્ત્રી ની એક નાનકડી એવી ભૂલ ને વધારી-વધારી ને દર્શાવવા માં આવે છે પરંતુ , પુરૂષ ની ભૂલ પાછળ પણ કેમ સ્ત્રીઓ તરફ જ આંગળી ઉગામવા માં આવે છે?

મારા સગા-સંબંધીઓ એ મને સલાહ આપી કે તું બાળક દતક લઈલે અને તારા લગ્નજીવન ને ખુશી-ખુશી આગળ વધાર. મારા માતા-પિતા એ કહ્યુ કે , આ તો તારું નસીબ છે જેને તું ના બદલી શકે. મારા પતિ એ તો હદ્ જ કરી નાખી તેણે તો ત્યાં સુધી કંઈ દીધું કે જો તું ઈચ્છે તો તુ અન્ય કોઈ વ્યક્તિ સાથે સૂઈ શકે છે અને તારી સેકસ ની અને બાળક ની ઈચ્છા પૂર્ણ કરી શકે છે. હું તને કંઈ જ નહી કહું અને એ બાળક ને હુ મારુ નામ આપવા પણ તૈયાર છું.

આ સાંભળી ને તો મારા પગ નીચે થી જમીન જ સરકી ગઇ. તે પોતે તો વિશ્વાસઘાતી હતો અને તેના પરિવાર ની આબરૂ બચાવવા માટે મને પણ તે માર્ગે ચાલવાની શીખ આપી રહ્યો હતો. તે મારા પગે પડી ને રડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મહેરબાની કરીને આ વાત કોઈને ના કહેતી અને મને છોડીને ના જતી. મે મારો નિર્ણય લઈ લીધો હતો. મે મારા પતિ નું ઘર છોડી દીધુ.

મારા માતા-પિતાએ મારો સ્વીકાર ના કર્યો એટલે હુ મારા મિત્રો ની સહાયતા થી એક લેડીઝ હોસ્ટેલ માં જતી રહી અને થોડા જ સમય માં મને ત્યા એક નોકરી મળી ગઈ. ત્યારબાદ મેં કોર્ટ મા છૂટાછેડા માટે ની અરજી કરી પરંતુ , ત્યાં પણ મારા સાસરિયાવાળાઓ એ પોતાના પુત્ર ને બચાવવા મારા પર અનેક પ્રકાર ના લાંછન લગાવ્યા. મે મારુ મેડીકલ રીપોર્ટ કરાવી તેને કોર્ટ મા જમા કરાવી દીધુ જેના આધારે મને સરળતા થી છૂટાછેડા મળી ગયા.

હાલ ૩ વર્ષ થયા અને મને હવે એવુ લાગી રહ્યુ છે કે જાણે મારો પુનર્જન્મ થયો. હાલ મારી વય ૪૦ વર્ષ ની છે. આ સમયગાળા દરમિયાન અનેક પુરૂષો મારા સંપર્ક માં આવ્યા અને મારી સાથે સેક્સ્યુઅલી જોડાવવા ઈચ્છતા હતા. પરંતુ , બને ત્યાં સુધી હું આ પ્રકાર ના પુરૂષો થી દૂર જ રહેતી કારણ કે ,તેમાં થી કોઈપણ મારી સાથે લગ્ન ગ્રંથિએ જોડાવવા ઈચ્છતા નહોતા.

હુ તો એવા વ્યક્તિ ની રાહ જોઈ રહી છુ જે મારી આકાંક્ષાઓ, મારી લાગણીઓ તથા મારા સ્વપ્નો ને ઓળખે , તેને સમજે અને તેને માન આપે. જયારે આ વ્યક્તિ મળશે ત્યારે હું તેનો સાથ આજીવન નહી છોડુ. ત્યાં સુધી મારા મિત્રો સાથે તેમના સેક્સ્યુઅલ જીવન અંગે ચર્ચા કરી ને હું ખૂબ જ ખુશ છું.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here