દરેકના ઘરમાં રસોડા નીં મહત્વ અલગ જ હોય છે. તમે એવું કહી શકો કે ઘરની મેઈન વસ્તુ જ રસોડું છે. તેની કારણ એ કે આપણે જે પણ કાઈ ખાવું હોય તે બધું રસોડા માં જ હોય છે. રસોડા માં જ આપણે આપણી મન ગમતી વસ્તુઓ બનાવી ને તેની આનંદ લેતા હોઈએ છીએ. અને તમને ખબર  જ  છે કે ભોજન ની અસર આપણા જીવન અને વ્યક્તિત્વ માં પણ પડે છે. કહેવાય છે કે જેવો અચાર તેવો વિચાર એ રીતે આપણે જેવું ભોજન કરીએ તેવી અસર આપણા શરીરમાં થાય છે.

આપણે જે રીત નું ભોજન કરીએ એ અનુરૂપ આપણી બુદ્ધિ કલામ કરતી હોય છે. એવી કહેવત પણ છે કે જેવું અન્ન તેવું મન. માટે જમવાનું હમેશા સારું જ લેવું જોઈએ. અને જે જગ્યા એ જમવાનું બને છે એટલે કે આપણું રસોડું તે પણ એકદમ સાફ રાખવું જોઈએ. આ જગ્યા એકદમ પવિત્ર જ હોવી જોઈએ. ઘરના રસોડા ની અસર આપણા ઘરની આર્થીક સ્થિતિમાં પણ પડે છે. વાસ્તુ અનુસાર અમુક ભૂલ રસોડા માં ન કરવી જોઈએ. આ ભૂલ કરવાથી કોઈ પણ માણસ ગરીબ બની જશે.આવો જાણીએ તેના વિષે.

રસોડાના નળ માંથી ક્યારેય પાણી ન ટપકવું જોઈએ. જો તમારા રસોડા નો નળ ખરાબ છે અને તેમાંથી પાણી ટપકે છે તો તરત જ તેને રીપેર કરાવવો જોઈએ.રસોડા ના પાણી માંથી નળ ટપકે છે તો તેના દ્વારા ધન હાની થઇ શકે છે. રસોડા ના જમવાનું બનાવતી તમારું મોઢું પૂર્વ દિશા માં જ રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

રસોડાના ઉતર દિશામાં મોઢું રાખી ને રસોઈ ક્યારેય ન બનાવવી જોઈએ. જે લોકો આવી ભૂલ કરે છે તેઓ ને ધન સબંધિત સમસ્યા થઇ શકે છે. તો તમે રસોડા ના દક્ષિણ દિશા સામે મોઢું રાખી ને રસોઈ કરશો તો  તમારા સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડી શકે છે. આ માટે આ બાબતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here