મિત્રો , આપણે મોરપીંછ નું નામ સાંભળીએ એટલે આપણ ને સૌપ્રથમ શ્રી કૃષ્ણ નુ સ્મરણ થઇ આવે છે. શ્રી કૃષ્ણ ના મસ્તક પર સુંદર મજા નું મોરપીંછ સજાવેલું હોય છે. આ મોરપીંછ માં અનેક પ્રકાર ના રંગો સમાવિષ્ટ હોય છે. મોરપીંછ એ ફકત સુશોભન ના કાર્યો પૂરતુ જ ઉપયોગી નથી પરંતુ , આ સિવાય પણ તેના ઘણાં ઉપયોગો છે. પ્રભુ , શ્રી કૃષ્ણ ઉપરાંત પણ ઘણાં દેવી-દેવતાઓ ને મોરપીંછ અત્યંત પ્રિય છે.

જેમ કે , માતા સરસ્વતી , માતા લક્ષ્મી , ઈન્દ્રદેવ , કાર્તિકેય તથા શ્રી ગણેશ. પ્રાચીન સમય માં આ મોરપંખ ની કલમો બનાવીને વિશાળ ગ્રંથો ની રચના કરવામાં આવતી. મોર વિશે અનેક ગાથાઓ પ્રચલિત છે. આ ઉપરાંત એક એવી માન્યતા પણ છે કે જયાં મોર હોય ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શક્તી નથી કદાચ આ જ કારણોસર લોકો ઘર મા મોરપંખ રાખે છે. તો આજે આપણે આ મોરપીંછ ને ઘર માં રાખવાથી થતા લાભો વિશે ચર્ચા કરીશું.

આ મોરપીંછ નું જેટલું મહત્વ ભારત માં છે તેટલું અન્ય કોઈપણ દેશ માં નથી. એવી માન્યતા છે કે મોર નકારાત્મક ઉર્જા ને દૂર રાખવા માં સૌથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે. જો કે ૨૦ મી સદી ના ઉતરાર્ધ માં સ્થિત પશ્ચિમી દેશો મોરપીંછ ને દુર્ભાગ્ય નું પ્રતીક ગણે છે. પરંતુ , જયારે તેમને પણ અહેસાસ થયો કે તેમની માન્યતા ખોટી છે ત્યારે તેમના દ્વારા પણ મોરપીંછ ને શુભ ચિહ્ન સ્વરૂપે સ્વીકારવા માં આવ્યું.

આપણા દેશ ની સમાન ગ્રીક માં પણ મોરપીંછ ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગ્રીક ની માન્યતાઓ મુજબ જે સો આંખ ધરાવતું હતું તેમના દ્વારા આ મોરપીંછ ની રચના કરવામાં આવી. જેથી ગ્રીક લોકો મોરપીંછ ને સ્વર્ગ તથા બ્રમ્હાંડ સાથે સંબંધ છે તેવું માને છે. હિન્દુ ધર્મ ના લોકો મોરપીંછ ને દેવી સરસ્વતી તથા દેવી લક્ષ્મી સાથે સંકળાયેલું છે તેવું માને છે.

આપણે માતા લક્ષ્મી ને ધન ના દેવી તરીકે પૂજીએ છીએ માટે જયારે પણ દેવી લક્ષ્મી નું પૂજન કરવા માં આવે ત્યારે તેમની પૂજા ની સામગ્રી માં મોરપીંછ અવશ્ય હોય છે. આ ઉપરાંત એવી પણ માન્યતાઓ છે કે મોરપીંછ ને જો બંસરી સાથે જોડીને ઘર માં રાખવામાં આવે તો કુટુંબ ના સદસ્યો વચ્ચે ના સંબંધો માં મધુરતા આવે. મોરપીંછ દેખાવ માં જેટલું આકર્ષક લાગે છે તેટલું જ ઉપયોગી સાબિત થાય છે. આ મોરપીંછ તમારા પર આવેલી દરેક સમસ્યા નું નિવારણ લાવી શકે.

જો તમારી કુંડળી પર ગ્રહો નો અશુભ પ્રભાવ હોય તો મોરપીંછ પર ૨૧ વાર ગ્રહમંત્ર નું ઉચ્ચારણ કરી તેના પર પાણી છાંટી તેને સાઈડ માં રાખી દેવું જેથી તમારી કુંડળી માં રહેલા તમામ દોષો દૂર થઈ જાય. આ ઉપરાંત જો તમે આર્થિક રીતે સધ્ધર બનવા ઈચ્છતા હોવ તો મંદીરે જઈને રાધા-કૃષ્ણ ના મુકુટ પર મોરપીંછ લગાવી ત્યાર બાદ ૪૦ દિવસ બાદ આ મોરપીંછ ને તિજોરી માં મૂકી દેવું જેથી તમારી આવક માં વૃદ્ધિ થાય છે.

આ સિવાય જો તમે તમારા બાળક ને બૂરી નજર થી બચાવવા માંગતા હોવ તો ચાંદી ના તાવીજ માં મોરપીંછ મઢાવી ને તેને બાળક ના ગળા માં પહેરાવી દેવું. જો બાળક ખૂબ જ રડતું હોય તથા કજીયા કરતું હોય તો તેના રૂમ ના પંખા પર મોરપીંછ રાખવું જેથી તેની આ આદત માં પરિવર્તન આવી જશે.

આ ઉપરાંત જો ઘર ના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપીંછ લગાવવા માં આવે તો ઘર માં કોઈપણ પ્રકાર ની નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે નહી. આ સિવાય જો ઘર ના અગ્નિ ખૂણા માં મોરપીંછ લગાવવા માં આવે તો ઘર નો વાસ્તુદોષ દૂર થઈ જાય છે તથા ઘર માં સકારાત્મકતા ફેલાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here