ગેમ્સ નો જુસ્સો ઘણીબધી વાર પોતના અનુભવ થી વધારે નજરે આવે છે. આ વાત ને સાબિત કરી છે ભારત ની મહિલા હોકી ટીમ ની પ્લેયર લાલરેમસ્યા એ. લાલરેમસ્યા એક એવી વ્યક્તિ છે કે તે દેશ માટે કેટલી હદે બધીજ વસ્તુ સમર્પિત કરી સકે છે. ભારતીય મહિલા હોકીટીમે હિરોસીમા માં એફઆઈએચ હોકી સીરીઝ મહિલા ટુર્નામેન્ટ જીતી ગયા.પણ લાલરેમસ્યા એ  જે કર્યું છે તે બધાજ ખેલાડીઓ માટે ખુબજ મુશ્કેલ છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવા ના છે કે લાલરેમસ્યા કેટલો સેક્રીફાઈઝ કર્યો છે. તો ચાલો જાણીએ.

લાલરેમસ્યા ની ઉમર ફક્ત 19 જ છે. લાલરેમસ્યા જયારે ફાઈનલ રમવા જવાની હતી ત્યારે થયું એવું કે તેના  મેચ ના બે દિવસ પહેલાજ તેના પિતા લાલથનસંગા નું હાર્ટએટેક આવવાથી મૃત્યુ થઇ ગયું. તેમના પિતા નું મૃત્યુ થયું હોવા છતાં પણ તે હિરોસીમાંમાં ફાઈનલ મેચ રમી. આ મેચ રમી ભારતે જાપાન ની ટીમ ને હરાવી. મેચ હરાવી ને તે લોકો ૩-1 ની ટુર્નામેન્ટ જીતી. આ જીત તેણી એ પોતાના પિતાને સમર્પિત કરી છે.

આ ઘળી તેના માટે દુખની હોવા છતાં તેણી એ નક્કી કર્યું કે તે તેની ટીમ સાથે રહશે, અને તે રવિવારે ફાઈનલ પણ રમશે. આ કારણે તે તેના પિતા ના અંતિમ સંસ્કાર માં પણ જોડાઈ સકી નહિ. આ મેચ જીતી અને લાલરેમસ્યા મંગળવારે તેમના ઘરે પોહચી. તે જયારે ઘરે પોહચી ત્યારે તે તેમની મમ્મી ને ભેટી પડી. તેની મમ્મી ને મળી અને તે  ખુબજ વધારે રડવા લાગી હતી.

ઘરે પોહચી લાલરેમસ્યા એ પોતાના પિતા ને શ્રદ્ધાંજલી આપી. મિઝોરમ ના સરકારી અધિકારીઓ ત્યાના વડા અને તે ગામ ના લોકો એ લાલરેમસ્યા નું ધામ ધૂમ થી સ્વાગત અને સન્માન  કર્યું. કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ એ પણ ટ્વીટ કરીને લાલરેમસ્યાના પિતા  ના નિધન છતાં મેચ રમવાના નીર્ણયની સરાહના કરી હતી. લાલરેમસ્યા એ તેના  કોચ ને જણાવ્યું હતું કે  તે એવું ઈચ્છે છે કે તેના પિતા તેના ઉપર  ગર્વ કરે. એટલા માટે તે રમી અને ભારત ને જીતાડ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here