રોજ એક ને એક વસ્તુ ખાવી કોઈ ને ગમતી નથી. બધા લોકો ને નવું જમવાનો અને ખાવાનો ખુબ જ શોખ હોય છે. નવી નવી વસ્તુઓ ખાવાની ખુબ જ મજા આવે છે. પંજાબી બધા ને ખુબ જ ભાવતું હોય છે. પંજાબી ખાવા માટે લોકો સ્પેશિયલ બહાર જતા હોય છે પણ હવે અમુક સમયે બહાર ની જમવાનું ન ખાઈએ તો જ બેસ્ટ હોય છે. અને ઘણા એવું માનતા હોય છે કે ઘરે જ બધું બનાવી અને હેલ્થી ખોરક ખાવો જોઈએ. આજે આપણે તવા ઉપર ગાર્લિક નાના લેવી રીતે બનાવી શકાય તે વિષે જાણીશું.

સામગ્રી:-

 • મેંદો 1/2 કિલો
 • તેલ 1 મોટી ચમચી
 • યીસ્ટ 1 નાની ચમચી
 • સમારેલુ લસણ 3 ચમચી
 • કોથમીર 2 મોટી ચમચી
 • મીઠું સ્વાદાનુસાર
 • પાણી જરૂર મુજબ

રીત:-

 • ગાર્લિક નાન બનાવવા માટે સૌથી પહેલા અડધો કપ પાણી ગરમ કરો.
 • હવે આ પાણી માં થોડી યીસ્ટ નાખો અને તેને ઓગળવા દો.
 • આ પછી એક વાસણ લો અને તેમાં  મેંદો, ખાંડ, મીઠુ, લસણ, કોથમીર, તેલ અને યીસ્ટ વાળું પાણી આ બધું જ ઉમેરી લો.
 • આ બધું ઉમેર્યા બાદ મસ્ત મુલાયમ લોટ બાંધી લો.
 • લોટ ને થોડો ઢીલો રાખવો. આ અબ્દ તેમાં થોડું તેલ લગાવી અને દસ મિનીટ સુધી તેને ઢાકી ને રાખી લો.

 • હવે તેના ઉપર થોડો મેંદો ઉમેરી અને તને બરાબર રીતે મિક્ષ કરી લો.
 • લોટ બરાબર રીતે મિક્ષ થઇ જાય પછી મેંદા ના નાના નાના લુવા બનાવી લો.
 • આ બધા લુવા તૈયાર થઇ જાય પહચી તને નાન ના આકાર ના લંબગોળ વણીલો.
 • હવે તેને તવા ઉપર નાખો. તવો ઉંધો કરી ને સેકવાથી બેસ્ટ ફ્લેવર આવશે. પછી એક બાજુ સરસ શેકવા દેવું.
 • સેકાય જાય પછી બીજી બાજુ ને સીધું ગેસ પર રાખી ને સેકવું.
 • થોડી થોડી ડાર્ક બ્રાઉન જેવી ભાત તેમાં પડવા દેવી. તો હવે તૈયાર છે મસ્ત નાન.
 • આ નાન ને તમે પંજાબી શાક અથવા છોલે સાથે સર્વ કરી શકો છો.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here