બધાજ ધર્મના લોકો પોતાના ઘરમાં જે ભગવાન ને માનતા હોય છે તે ભગવાન નું મંદિર કે પછી તેની છબી રાખતા હોય છે. અને રોજ સવાર સાંજ તે ભગવાન ની પૂજા કરતા હોય છે. તો પણ તે લોકો ભગવાન ને ફરિયાદ કરતા હોય છે કે તે રોજ બે વાર ભગવાન ની પૂજા કરે છે છતાં ભગવાન તેની પ્રાર્થના સાંભળતા નથી. તે ભગવાન ને ફરિયાદ કરે છે કે તે રોજ ભગવાન ની પૂજા કરે છે તો પણ તેના ઘરમાંથી કંકાસ દુર થતો નથી. તેના ઘરમાં રોજ ઝગડા થાય છે. પણ તે લોકો ને ખબર નથી કે ઘરની અંદર જે મંદિર હોય છે તેમાં કેટલીક વસ્તુ ના રાખવી જોઈએ. એટલેજ આજે અમે તમને જણાવિશુ કે ઘરના મંદિર માં કઈ વસ્તુ રાખવી ના જોઈએ.

આપણે બધાજ લોકો ઘરના મંદિર માં ભગવાન ગણેશ ની મૂર્તિ રાખતા હોય છે. ગણેશજી ની મૂર્તિ મંદિર માં રાખવી જોઈએ પણ ક્યારેય પણ એક થી વધારે મૂર્તિ ના રાખવી જોઈએ. મંદિર માં એક કરતા વધારે મૂર્તિ રાખવાથી આપણું ધ્યાન ભટક્યા કરે છે. જે આપણા માટે અને આપણા ઘર માટે જરાઈ પણ સારું નથી.

ઘરમાં જે મંદિર હોય છે તેમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. શાસ્ત્રો માં જણાવેલું છે કે ખંડિત એટલે કે કોઈ પણ જગ્યા એથી તૂટેલી ના હોવી જોઈએ. જો તમારા ઘરમાં પણ ખંડિત મૂર્તિ હોય તો તે મૂર્તિ ને નદી માં કે પછી દરિયા માં પધરાવી દેવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિ ની પૂજા કરવાથી આપણી સાથે બધીજ વસ્તુ અશુભ થઇ સકે છે, અને તેની સાથે તમારું પરિવાર પણ જોખમ માં આવી સકે છે.

આ શિવાય ઘણીબધી બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. જેમકે ઘરના મંદિર ઉપર જે જગ્યા ખાલી હોય છે તે જગ્યા માં કોઈ પણ વસ્તુ મુકવી જોઈએ નહિ. ભગવાન નું મંદિર હમેશા ખાલીજ હોવું જોઈએ. જો તમારા ઘરમાં શંખ હોય તો વાંધો નહિ પણ શંખ એક થી વધારે હોવા જોઈએ નહિ.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here