વર્તમાન સમય મા કયો એવો મનુષ્ય છે જેને ધન મેળવવા ની ચાહ ના હોય પરંતુ ધન મેળવવુ એટલું સહેલું નથી એના માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે તથા ભાગ્ય ચમકાવવુ પડે છે. મનુષ્ય અથાગ પરિશ્રમ કરે છે ધન પ્રાપ્તિ કરવાના ને છેવટે ભાગ્ય ને દોષ દઈ ને હારી જાય છે.

જો તમારા મન મા પણ એવી શંકા હોય કે તમારુ ભાગ્ય તમારો સાથ નથી આપતુ તો આજ અમુક એવી બાબતો વિશે તમને માહિતગાર કરીશુ. જેના દ્વારા તમે બની શકો છો શ્રીમંત. જો તમારા નિવાસસ્થાન મા આવતુ બધું જ ધન વેડફાઈ જતું હોય તથા તમારા પર અનિશ્ચિત કરજ ચડી ગયુ હોય તો આપ આપના ઘર પાસે ના કોઇપણ હનુમાનજી મંદિર ના દર્શનાર્થે જઈએ ત્યા ફૂલ અર્પણ કરો તેમને પ્રાર્થના કરો કે આ બધી આપત્તિઓ માંથી તમે મુક્ત થાઓ અને તમારા ઘરે લક્ષ્મીજી નો વાસ થાય.

આ અર્પિત કરેલા ફૂલ ને ઘરે લાવી તેને લાલ કપડા મા બાંધી તેની પૂજા-અર્ચના કરી આ પોટલી ને તમારી તિજોરી મા રાખી દો. આ ઉપાય અજમાવતા જ તમારી બધી જ વિપદાઓ દુર થઇ જશે. આ ઉપરાંત ધન ની પ્રાપ્તિ માટે હનુમાનજી ના મંદિરે હનુમાનજી ના ચરણો મા અર્પિત સિંદુર ઘેર લાવી તેને રેશમ ના કાપડ મા વીંટી મુખ્ય દ્વાર પર લગાવી દો. જેથી તમારા ઘરે ધન ની વર્ષા ના યોગ સર્જાશે.

આ સિવાય જો તમે કોઈ રોગ થી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત હનુમાનજી ના મંદિરે દર્શનાર્થે જઈને સિંદુર ચડાવવુ તથા લાલ ફૂલો અર્પણ કરવા જેથી ઘર ની તમામ આપત્તિઓ દુર રહે તથા શરીર ના સ્વાસ્થ્ય ની તંદુરસ્તી જળવાઈ રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here