સામગ્રી :

 • 10 નંગ ટામેટા ( કડક )
 • 4 મોટી ચમચી કોપરું ( ખમણેલું )
 • 4 મોટી ચમચી આખા ધાણા
 • 1/2 ચમચી હળદર
 • 1/4 ચમચી સાકર
 • 2 ચમચી ગરમ મસાલો
 • 1/2 ચમચી જીરું
 • 1 ચપટી હિંગ
 • 4 મોટી ચમચી કોથમીર ( જીણી સમારેલી )
 • 4 મોટી ચમચી તેલ
 • 15 નંગ કાળા મરી
 • 4 નંગ લવિંગ
 • ૩ નંગ તજ
 • 4 નંગ લાલ મરચા ( સુકા )
 • મીઠું સ્વાદાનુસાર
 • લાલ મરચા પાવડર

બનાવવા ની રીત :

 • સૌપ્રથમ થોડા ટમેટા લો અને તેને સરખી રીતે ધોઈ લો.
 • ટમેટા ધોવાઇ જાય પછી તેની ઉપર જે કાળું કાળું હોય છે તેને કાઢી લો.
 • તે કઢાઈ જાય પછી તેની ઉપર ઉભો ચીરો પાડી લો.
 • ચીરા પડાઈ જાય પછી બધાજ સુકા મસાલા ને વાંટી લો.
 • મસાલો વટાઈ જાય પછી તેની અંદર સ્વાદાનુસાર મીઠું અને તેની અંદર સાકર ઉમેરી દો.
 • આ બને વસ્તુ નખાઈ પછી તેને સરખી રીતે મિક્ષ કરી લો.

 • મિક્ષ થઇ જાય પછી ટમેટા ની અંદર તે મસાલો ભરી લો.
 • મસાલો ભરાઈ જાય પછી એક કઢાઈ લો ત્યારબાદ તે કઢાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકી દો.
 • તેલ ગરમ થઇ જાય પછી તેની અંદર જીરું અને હિંગ નાખી તેનો વઘાર કરો.
 • ત્યારબાદ આ વઘાર ની અંદર હળદર નાખો.
 • હળદર નખાઈ જાય પછી તેની અંદર ભરેલા ટમેટા નાખી દો.
 • ટમેટા નખાઈ જાય પછી તેને સરખી રીતે હલાવી લો.
 • ટમેટા હલાવતી વખતે એક વાત નું ખાસ ધ્યાન રાખો કે ટમેટા તૂટી ના જાય.
 • જેથી ટમેટા નો મસાલો નીકળી ના જાય.
 • ટમેટા હલાવાઈ જાય પછી તેની અંદર થોડું પાણી નાખી દો અને તેને ઢાકી દો.

 • ટમેટા ને ઓછામાં ઓછી ત્રણ થી ચાર મિનીટ સુધી ચડવા દો.
 • ટમેટા ચડી જાય પછી તેની તેને એક થાળી માં કાઢી લો.
 • થાળી માં કઢાઈ જાય પછી તેની ઉપર ગરમ મસાલો નાખી દો.
 • ગરમ મસાલો નખાઈ જાય પછી પાછુ તેને ચાર મિનીટ ઢાકી દો.
 • ચાર મિનીટ પછી તેની ઉપર કોથમીર છાંટી દો.
 • કોથમીર નખાઈ જાય પછી એક બોલ લો.
 • અને તેને ગરમા ગરમ સર્વ કરી દો.
 • તો આવી રીતે તૈયાર થશે મસાલેદાર ટમેટા.
 • બધાજ લોકો ને ખુબજ ભાવશે આ મસાલેદાર ટમેટા.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here