આજ કાલનો સમય એવો બની ગયો છે કે પૈસા ખુબ જ જરૂરી છે. લોકો દિવસ રાત મહેનત કરે પૈસા કમાય છતાં એવું બને છે કે પૈસા ટકતા નથી. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવું બધા ઈચ્છતા જ હોય છે. પણ આજ કાલના ખર્ચા એવા છે કે આવક હોય તેનાથી વધુ જાવક થઇ જાય છે. અને ગમે એટલું તમે કરો પણ ઘરમાં પૈસા ટકતા નથી. આવું થાય એનો અર્થ એવો હોય છે કે લક્ષ્મીજી ઘરમાં સ્થિર નથી. જેના લીધે તેઓ ક્યાય રોકાતા નથી લક્ષ્મી ઘરમાં સ્થાઈ થાય એવ બધા ઈચ્છે છે. આજે અમે તમને એક ઉપાય જણાવીશું આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાઈ થઇ જશે.

આપણા ઘરમાં સાવરણી તો હોય જ છે અને તમને ખ્યાલ હશે કે સાવરણી ને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણી આપણા ઘરમાં રહેલો કચરો બહાર કાઢી અને ઘરની દરિદ્રતા ને દુર કરે છે.  તેને લઇ અને અમુક બાબતોનું ધ્યાન રાખીએ તો લક્ષ્મીજી ખુશ થાય છે અને આપણા ઘરમાં સ્થાઈ થઇ જાય છે. તમે જયારે સાવરણી ની ખરીદી કરવા જાઓ તો એ ખાસ ધ્યાન રાખો કે તેની ખરીદી શનિવાર, રવિવાર કે મંગળવારે જ કરવી. આવું કરવાથી લક્ષ્મીજી ઘરમાં સ્થાઈ રહે છે.

તમારે જો કોઈ નવી સાવરણી ઉપયોગ માં લેવી હોય અને જૂની સાવરણી ને બહાર ફેકી ન દેવી એના બદલે શનિવાર ના દિવસે જૂની સાવરણી ને બહાર રાખી દેવી જોઈએ. આવું કરવાથી ગરીબી દુર થાય છે.

એક વાત નું ખાસ ધ્યાન રહે છે શુક્રવારના દિવસે સાવરણી ને બહાર ન ફેકવી જોઈએ. કારણકે આ દિવસ માતા લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે લક્ષ્મી સ્વરૂપ  સાવરણી ને ઘરની બહાર કાઢવાથી નુકશાન થઇ શકે છે. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તેઓ ઘરમાં સ્થિર રહી નથી શકતા. આ શિવાય સવ્રનીમાં સફેદ દોરો બાંધવાથી શુભ ફળ મળે છે.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here