વાસ્તુ શાસ્ત્રનું મહત્વ આપણા ધર્મ માં ખુબ જ છે.  તેમાં ઘણી બધી ટીપ્સ વિષે જણાવ્યું છે જે અપનાવવા થી આપણે એક સુખી જીવન વ્યતીત કરી શકીએ છીએ. સુખી જીવન જીવવા માટે તમારે વાસ્તુ શાસ્ત્ર ના અમુક નિયમો નું પાલન કરવું ખુબ જ જરૂરી છે. વાસ્તુ ના આ ઉપાય કરી અને તમે ઘણી બધી પરેશાનીઓ થી દુર રહી શકો છો. અને ભવિષ્ય માં થતી ઘણી હાની ઓ થી બચી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કઈ દિશા માં પગ રાખી ને ન સુવું જોઈએ.  અને સાથે અમે તમને બીજી અમુક વાસ્તુની ટીપ્સ પણ આપીશું.

બુક ની ઉપર માથું રાખી ને સુવાથી અથવા બુક ને મોઢા ઉપર રાખી ને ક્યારેય ન સુવું. આવું કરવાથી  માતા સરસ્વતી નું અપમાન થાય છે. વાસ્તુ અનુસાર બુક ને તેને યોગ્ય સ્થાન ઉપર મૂકી અને પછી જ સુવું જોઈએ. આવું ન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. તમારા પ્રવેશ દ્વાર ઉપર પગ રાખી ને ન સુવું જોઈએ.

આ શિવાય  ઘડિયાળ ને બેડ ની આસ પાસ કે તકિયા નીચે રાખી ને ન સુવું જોઈએ. આવું કરવાથી તનાવ વધે છે. આ શિવાય બેડ ઉપર આછા રંગ ની બેડસીટ પાથરવાથી ખુબ જ સારી નીંદર આવે છે. માથું દક્ષીણમાં અને પગ પશ્ચિમ માં રાખી ને સુવું જોઈએ. આવું કરવાથી સારી નીંદર આવે છે. સાથે ઉમર પણ વધે છે. અને ધનલાભ પણ થાય છે. આ માટે હમેશા બની શકે તો આ દિશા માં જ સુવું જોઈએ.

તમારા બેડ રૂમ માં ક્યારેય ભગવાન નું મંદિર ન રાખવું જોઈએ. અથવા બેડ રૂમ માં કોઈ પૂર્વજ નો ફોટો પણ ન રાખવો જોઈએ. આવું કરવાથી ઘર માં અશુભતા આવે છે. આવું કરવાથી તમારા તન અને મન માં ખરાબ અસર પડે છે. આ સાથે ધન ઉપર પણ ખરાબ અસર પડે છે. આ શિવાય દિવાલ ભર ક્યારેય પલંગ ન રાખવો જોઈએ. આ રીતે પલંગ રાખી અને ત્યાં સુવાથી  પતિ પત્ની વચ્ચે હમેશા તકરાર થતી રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here