પ્રાથના નું મહત્વ આપણા ધર્મ માં ખુબ જ આપ્યું છે. પ્રાથના ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. જયારે આપણે બધી વાસના અને ઈચ્છા ને એક બાજુ મૂકી અને ભગવાન ને યાદ કરીએ છીએ ત્યારે તે સમય પ્રાથના નો હોય છે. પ્રાથના કરવા સમયે આપણે પરમાત્મા ની નજીક જઈએ છીએ. અને પરમાત્મા આપણને એક અદભુત શક્તિ પ્રદાન કરે છે. પુરા મન થી જો કોઈ પ્રાથના કરવામાં આવે તો તેનો અવાજ ભગવાન સુધી અવશ્ય પહોચે છે અને ભગવાન દરેક ની મનોકામના પૂર્ણ કરે છે. પ્રાથના કરવાથી મન શુદ્ધ અને પવિત્ર રહે છે.

પ્રાથના કરવાનો સૌથી પહેલો અને મહત્વ નો ફાયદો એ છે કે પ્રાથના કરવાથી તમે વાસના મુક્ત થઇ જાઓ છો. વાસના ત્રણ પ્રકાર ની હોય છે એક હોય છે સંતાન પ્રાપ્તિ માટે ની વાસના બીજી હોય છે ધન પ્રાપ્તિ માટે ની પ્રાથના અને ત્રીજી હોય છે ખ્યાતી મેળવવા ની કામના. જયારે મનુષ્ય આ બધા ને મૂકી અને ફક્ત પરમાત્મા ને યાદ કરવા માટે જાય છે. ત્યારે પ્રાથના સફળ બને છે. માટે જયારે તમે પ્રાથના કરો ત્યારે વાસના મુક્ત થઈને કરવી.

બીજો એક નિયમ છે કે જયારે પણ તમે પ્રાથના કરો ત્યારે એકાંત માં કરવી એકલા હોય ત્યારે નહિ. આ બંને વચ્ચે મોટું અંતર છે. એકલા હોય ત્યારે કરવી એનો મતલબ છે તમને બીજા કોઈ સપોર્ટ ન મળ્યા એટલે તમે પરમાત્મા પાસે આવ્યા અને એકાંત નો મતલબ છે તમે બધા ને પડતા મૂકી અને પરમાત્મા ને શરણે આવ્યા. એકાંત માં જે પ્રાથના કરવામાં આવે તે ખુબ જ ફળદાઈ હોય છે. માટે સૌથી પહેલા એકાંત ગોતી અને પછી પ્રાથના કરવી.

આ શિવાય ત્રીજો નિયમ છે કે પ્રાથના કરી અને ભગવાન પાસે ક્યારેય સંસાર ના સુખો માંથી કોઈ વસ્તુ ની માંગ ન કરવી. હમેશા શાંતિ સુખ અને દયા જીવનમાં રહે તેની જ પ્રાથના કરવી. એવી પ્રાથના કરવી કે પરમાત્મા ના નિયમો અને ગુણો આપણી અંદર ઉતરી જાય. આવી પ્રાથના કરવાથી મન પવિત્ર થાય છે અને પ્રાથના સફળ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here