શાલીગ્રામ ની મહત્વ આપણા ધર્મ માં ખુબ જ હોય છે. લોકો મંદિર માં શાલીગ્રામ રાખતા હોય છે. શાલીગ્રામ ને ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ માનવામાં આવે છે. આ એક નદી માંથી મળી આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ જયારે આ ધરતી પર આવ્યા ત્યારે તેઓ આ ધરતી માં જ્યાં જ્યાં ચાલ્યા તે બધા જ પથ્થર શાલીગ્રામ બની ગયા. અમુક શિવ ભક્તો આ પથ્થરો ને ભગવાન શિવ નો આશીર્વાદ માની અને તેની પૂજા કરે છે.  ઘર માં શાલીગ્રામ હોય એ ખુબ જ શુભ માનવામાં આવે છે પણ તેના ઉપર પણ અમુક સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.

જયારે તમે ઘર માં શાલીગ્રામ ની સ્થાપના કરો છો ત્યારે તે જગ્યા એકદમ સાફ સુથરી રાખવી ખુબ જ જરૂરી છે. જયારે તમે શાલીગ્રામ ની સ્થાપના કરો ત્યારે તમારા મન માં કોઈ દ્વેસ ભાવ ન હોય તેનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. એક વાત ખાસ ધ્યાન માં રાખવી કે શાલીગ્રામ ને તમારી મહેનત ની કમાણી દ્વારા જ ખરીદવું જોઈએ. કોઈ દ્વારા જો શાલીગ્રામ નું દાન આપવામાં આવે તો તે ક્યારેય ન લેવું જોઈએ અને સાથે કોઈ ને દાન માં શાલીગ્રામ આપવું પણ ન જોઈએ.

પણ જો કોઈ સિદ્ધ પુરૂષ સંત તમને શાલિગ્રામ આપશે તો તેનું ફળ ખુબજ શ્રેષ્ઠ છે. તે ખુબ જ શુભ માનવામાં આવે છે તેના દ્વારા ઘણા બધા શુભ ફળો મળે છે. શાલીગ્રામ મહાદેવ નું રૂપ માનવામાં આવે છે જેની અંદર વિષ્ણુ નો અંશ પણ છે. શાલીગ્રામ ને રોજ દૂધ ચડાવવું જોઈએ. અને બની શકે તો રોજ ફળ ચડવવા જોઈએ અને ઘર માં જોઈ વ્યક્તિ આવે તો તેને ભૂખ્યા પેટ એ ન મોકલવા જોઈએ.

ઘર માં શાલીગ્રામ ની એક વાર સ્થાપના કરવામાં આવે તો તેનું ધ્યાન ઓઅન એટલું જ રાખવું ખુબ જ જરૂરી છે. જો  તમને સતત ઘર માં કોઈ તકલીફ નડ્યા કરતી હોય તો તમારે ઘરમાં રહેલા શાલીગ્રામ ને ક્યાંક નદી માં પધરાવી દેવું જોઈએ. તેની પૂજા કરવાથી ઘણા બધા લાભ થાય છે. અને ઘણા બધા સુખો નો પ્રાપ્તિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here