આ અભિનેત્રીઓએ કર્યા છે બે કરતા પણ વધારે લગ્ન..  તેના સંબંધો કોઈની સાથે નથી ટકતા…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવી અભિનેત્રીઓ એવી છે કે જેણે એક લગ્નનું સુખ પણ નસીબ નથી થયું, તો બીજી બાજુ અમુક એવી અભિનેત્રીઓ પણ છે કે જેને માત્ર એક નહિ પરંતુ બે કે તેથી વધારે લગ્ન કર્યા છે. પરંતુ મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે તેમાંથી અમુક અભિનેત્રીઓ તો એવી પણ છે કે જેણે બે લગ્ન કર્યા બાદ પણ વૈવાહિક જીવનનું સુખ રાજ ન આવ્યું અને બીજા લગ્ન સંબંધને પણ તોડી નાખ્યો. તો મિત્રો આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવશું જેણે બે કે તેથી વધારે લગ્ન કર્યા છે.

સૌથી પહેલા વાત કરીએ કિરણ ખેરની, કિરણ ખેરના પહેલા લગ્ન ચંદીગઢમાં રહેનાર ગૌતમ બેદી સાથે લગ્ન થયા હતા. શરૂઆતના સમયમાં બંનેનો લગ્ન સંબંધ ખુબ જ સારો ચાલ્યો. ત્યાર બાદ ધીમે ધીમે બંને વચ્ચે મતભેદો વધવા લાગ્યા અને 80 ના દાયકામાં આવતા તો ગૌતમ અને કિરણના તલાક થઇ ગયા અને બંને એક બીજાથી અલગ રહેવા લાગ્યા. તલાક બાદ કિરણ ખેરની જિંદગીમાં અનુપમ ખેર આવ્યા. કિરણ ખેરે અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા. મિત્રો તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ બંનેને કોઈ સંતાન નથી.ત્યાર બાદ આવે છે અભિનેત્રી નીલિમા આઝીમ. જેણે બે નહિ પરંતુ ત્રણ લગ્ન કર્યા છે. પહેલા નીલિમાના લગ્ન અભિનેતા પંકજ કપૂર સાથે થયા હતા. પંકજ કપૂર અને નીલિમાનો એક પુત્ર પણ છે શાહિદ કપૂર. ત્યાર બાદ  બંનેના લગ્ન ટક્યા નહિ અને નીલિમાએ લગ્ન કરી લીધા રાજેશ ખટ્ટર સાથે. તેઓએ એક પુત્રના માતા પિતા પણ બન્યા જેનું નામ છે ઇશાન ખટ્ટર. જે આજે એક અભિનેતા છે. પરંતુ મિત્રો નીલિમાના આ લગ્ન પણ વધારે સમય ટક્યા નહિ અને નીલિમાએ ત્રીજા લગ્ન કર્યા રઝા અલી ખાન સાથે. પરંતુ તમને જણાવી દઈએ કે નીલિમાના આ લગ્ન પણ તૂટી ગયા છે.મિત્રો નંદિતા દાસના પહેલા લગ્ન શરૂઆતના સમયે ખુબ સારા રહ્યા અને ત્યાર બાદ ધીમે ધીમે બંને વચ્ચે અંતર વધવા લાગ્યું અને ત્યાર બાદ નંદિતાએ બીજા લગ્ન કર્યા બીઝનેસમેન સુબોધ સાથે. પરંતુ તેમનો આ સંબંધ પણ વધુ ટક્યો નહિ બંને વચ્ચે મતભેદો વધવા લાગ્યા અને બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2017 માં બંને અલગ થઇ ગયા.

ત્યાર બાદ છે પોતાના સમયની ખુબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી યોગિતા બાલી. મિત્રો તમને જણાવી દઈએ કે યોગિતા બાલીએ પણ પોતાની જિંદગીમાં બે લગ્ન કર્યા હતા. તેણે પહેલા લગ્ન કર્યા હતા કિશોર કુમાર સાથે. પરંતુ બંનેનો સંબંધ વધારે સમય ટક્યો નહી અને બંને અલગ થઇ ગયા. ત્યાર બાદ યોગિતા બાલીએ લગ્ન કર્યા અભિનેતા મિથુન ચક્રવતી સાથે.બિંદીયા ગોસ્વામી જે પોતાના સમયની ચર્ચિત અભિનેત્રી રહી ચુકી છે. બિંદીયા ગોસ્વામીના લગ્ન બોલીવુડના ખુબ જ દિગ્ગજ અભિનેતા વિનોદ મહેરા સાથે થયા હતા. પરંતુ તે બંનેનો સંબંધ માત્ર 4 વર્ષ જ ટકી શક્યો અને ત્યાર બાદ બંને એકબીજાથી અલગ થઇ ગયા. ત્યાર બાદ બિંદીયાની જિંદગીમાં જે.પી.દત્તા આવ્યા અને તે બંનેએ લગ્ન કરી લીધા.

તો મિત્રો આ હતી એ પાંચ મશહુર અભિનેત્રીઓ કે જેણે પોતાની જિંદગીમાં બે કે તેથી વધારે લગ્ન કર્યા છે જ્યારે અમુક અભિનેત્રીઓને એક લગ્ન જીવન પણ પ્રાપ્ત નથી થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here