આ છોકરીના ચહેરા પર ઉગે છે વાળ… જાણો શું થયું હતું એટલે વાળ ઉગ્યા? જાણો વાત.

મિત્રો તમે ક્યારેક તો અરીસામાં તમારો ચહેરો જોઇને એવું વિચાર્યું જ હશે કે તમારા ચહેરામાં કંઈક ખામી અથવા ફોલ્ટ છે. તમારું નાક બરોબર નથી, આંખ બરોબર નથી વગેરેમાંથી, કંઈક એકાદ વસ્તુ તો વિચારી જ હશે. પરંતુ આજે અમે એક એવી છોકરીની સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણ્યા બાદ તમે તમારા ચહેરાને લઈને ક્યારેય દુઃખી નહિ થાવ.

આજે અમે એક છોકરીની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેના લુકના કારણે તેનું જીવન તેના માટે એક પડકાર સ્વરૂપ બની ગયું હતું. અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સુપાત્રા સાસુફાન. સુપાત્રાને જન્મથી જ એક બીમારી હતી જેનું નામ હતું એમ્બ્રેસ સિન્ડ્રોમ છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિના આખા શરીરમાં ગાઢ અને વધારે પ્રમાણમાં વાળ ઉગે છે. માત્ર માથામાં જ નહિ પરંતુ શરીરના દરેક ભાગમાં વાળ ઉગે છે અને તે પણ ખુબ જ વધારે પ્રમાણમાં.આ સિન્ડ્રોમના ચાલતા સુપાત્રના શરીર પર એટલા વાળ ઉગી ગયા હતા કે લોકો તેને વરુ કે વાંદરો સમજતા. સુપાત્રને જે બીમારી હતી તે દુનિયામાં માત્ર 50 લોકોને જ હોય છે. જેમાંથી એક છે સુપાત્રા. સુપાત્રાની આ બીમારી વિશે જ્યાં સુધી ડોક્ટરે ખુલાસો ન કર્યો ત્યાં સુધી લોકો તેને વરુ કે વાંદરો જ સમજતા હતા. કમનસીબે ડોક્ટર પાસે પણ આ બીમારીનો કોઈ ઈલાજ ન હતો.

તમને જણાવી દઈએ કે સુપાત્રાનો જન્મ થયો ત્યારે તેના નાકના છેદ પણ નાના હતા, જેના કારણે તે સામાન્ય રીતે શ્વાસ લઇ શકતી ન હતી. તેને ત્રણ મહિના ઇન્ક્યુપેટરમાં રાખી હતી અને બે વર્ષ બાદ પણ સર્જરી ચાલતી રહી, ત્યાર બાદ તે શ્વાસ તો સરળતાથી લઇ શકતી હતી, પરંતુ તેની બીજી બીમારી ઠીક ન થઇ.

સુપાત્રના શરીરમાં ખુબ જ તેજીથી વાળ ઉગતા જેના કારણે તેને નિયમિત રીતે શરીરના વાળ કાપવા પડતા હતા. જ્યારે સુપાત્રા નાની હતી ત્યારે એક લેઝર ટ્રીટમેન્ટથી તેના વાળ દુર કરવામાં આવ્યા હતા. પરંતુ તેનાથી સુપાત્રાના શરીરના વાળના ગ્રોથ પર કોઈ જ ફરક દેખાયો નહિ. એટલી ઝડપથી તેના શરીર પર વાળ ઉગતા હતા. એટલું જ નહિ, સ્કુલમાં પણ બીજા બાળકો તેની મજાક ઉડાવતા હતા અને તેનું કોઈ મિત્ર બનતું ન હતું. તેમજ કોઈ લોકો તો તેની પાસે આવતા પણ ડરતા હતા. પરંતુ મિત્રો સુપાત્રાને આ બીમારીથી કોઈ સમસ્યા ન હતી.

પરંતુ લોકો સુપાત્રાના લુક પર ખુબ મજાક ઉડાવતા તેને અલગ અલગ નામ આપતા. સુપાત્રની બીમારી એક પરંતુ નામ અનેક તેવી પરિસ્થિતિ હતી. પરંતુ આ બધું જ બદલાઈ ગયું જ્યારે વર્ષ 2010 માં સુપાત્રાને શરીર પર સૌથી વધારે વાળ હોવાનો વિશ્વનો ખિતાબ મળ્યો, જ્યારે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવ્યું. ત્યાર બાદ સુપાત્રા ખુબ જ ફેમસ થઇ ગઈ અને લોકો પણ તેને પસંદ કરવા લાગ્યા અને તેના મિત્રો પણ બન્યા.

આજે પણ ભલે સુપાત્રાના શરીરના દરેક ભાગમાં વધારે વાળ ઉગતા હોય તેમમ છતાં પણ તે પોતાની જિંદગી ખુબ ખુશીથી જીવી રહી છે. તેને ડાન્સિંગ અને સ્વીમીંગ કરતા પણ આવડે છે અને તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે અને પોતાની જ બીમારી પર રીસર્ચ કરવા માંગે છે. એટલું જ નહિ પરંતુ સુપાત્રાને વર્ષ 2018 માં એક જીવનસાથી પણ મળી ગયો છે. જેની સાથે લગ્ન કરવા માટે પહેલી વાર પોતાના શરીર પરના બધા વાળ ઉતરાવ્યા હતા અને આવું તેની જિંદગીમાં પહેલી વાર બન્યું હતું. તે પહેલા તેણે ક્યારેય શરીરના બધા જ વાળ ઉતરાવ્યા ન હતા. આજે તે ખુબ જ ખુશ છે.

મિત્રો આજે દરેક લોકોની એવી ઈચ્છા હોય છે કે તે અત્યંત સુંદર દેખાય અને જરા પણ કંઈ ઉપર નીચે હોય તો ભગવાનને કોસતા હોય છે કે  કે મારો રંગ કાળો શુકામ છે, નાક શા માટે મોટું આપ્યું , આંખ થોડી મોટી આપી હોત તો, વગેરે ફરિયાદ કર્યા બાદ વિચારતા હોય છે કે હું સુંદર નથી અને હતાશ રહેતા હોય છે. અને આ બાબત પર સુપાત્રા શીખવે છે કે સુંદરતા હંમેશા આંતરિક હોવી જોઈએ. ભલે આપણે ગમે તેવા દેખાતા હોઈએ પણ આપણને પોતાનાથી પ્રેમ હોવો જોઈએ. માટે જો તમે પણ તમારા લુકથી જરા પણ નાખુશ છો તો આ લેખ બીજી વાર વાંચી લેજો તમને પોતાનાથી પ્રેમ થઈ જશે.

તમને સુપાત્રાની સ્ટોરી કેવી લાગી તેમજ તમે સુંદરતા વિશે શું માનો છે કે જીવનમાં આંતરિક સુંદરતા મહત્વની છે કે બાહ્ય દેખાવ તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here