આજે જ રાખી દો આ વસ્તુઓ તમારા ઘરમાં… જે ઘરમાં હોય છે આ ત્રણ વસ્તુ તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે….જાણો કંઈ છે એ વસ્તુ…

આ સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય છે. પરંતુ ખુબ ઓછા લોકોને ખબર હોય છે માતા લક્ષ્મીને કંઈ રીતે પ્રસન્ન કરી શકાય અને એવી કંઈ વસ્તુઓ છે જેના દ્વારા માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. પરંતુ મિત્રો આજે અમે એવી ત્રણ વસ્તુઓ જણાવશું જે ઘરમાં રાખવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એટલું જ નહિ પરંતુ આ વસ્તુઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે જે વ્યક્તિ આ ત્રણ વસ્તુઓ પોતાના ઘરમાં રાખે છે તે ઘરે માતા લક્ષ્મીનો વાસ અવશ્ય થાય છે.

મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં પૈસાની કમી સર્જાતી નથી અને આર્થિક સમસ્યાઓ પણ ક્યારેય આવતી નથી. તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થાય અને હંમેશા માતા લક્ષ્મીનો  તમારા ઘરમાં વાસ રહે અને આર્થિક સમસ્યાઓ દુર રહે તો આ ત્રણ વસ્તુને આજે જ ભૂલ્યા વગર ઘરમાં રાખી દો. તમને તેનું પરિણામ થોડા જ દિવસોમાં જોવા મળશે. તો ચાલો જાણીએ કે આખરે તે ત્રણ વસ્તુ કંઈ છે કે જેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

સૌથી પહેલી વસ્તુ છે હનુમાનજીની મૂર્તિ. મિત્રો હનુમાનજીની પૂજા અર્ચના અને આરાધનાથી દરેક પ્રકારના સંકટ દુર થઇ જાય છે. ઘરમાં દક્ષીણ-પશ્ચિમ દિશામાં હનુમાનજીનો ફોટો લગાવવાથી અથવા મૂર્તિ રાખવાથી ઘરમાં કોઈ પણ પ્રકારના સંકટો નથી આવતા. ઘરમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો રાખવાથી ઘરમાં રહેલ દરેક નકારાત્મક ઊર્જાઓ દુર થાય છે અને સકારાત્મક ઉર્જાનું આહ્વાહન થાય છે. પરંતુ જે લોકો માતા લક્ષ્મીને ખુશ કરવા માંગે છે અને ધનને આકર્ષિત કરવા માંગે છે તે લોકોએ ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ રાખવી જોઈએ અને નિયમિત તેની પૂજા અર્ચના કરવી જોઈએ.ત્યાર બાદ બીજી વસ્તુ છે વાસ્તુ ભગવાનનો ફોટો. મિત્રો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થતા હોય છે અને તેના કારણે ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત ધનની આવક પણ ઓછી થવા લાગે છે. તો મિત્રો તમે ઈચ્છો છો કે તમારી આવક અને ધનમાં વધારો થાય તો તેના માટે ઘરમાં હંમેશા વાસ્તુ ભગવાનની મૂર્તિ અથવા ફોટો અવશ્ય રાખવો જોઈએ. વસ્તુ ભગવાનનો ફોટો ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દુર થાય છે અને તેનાથી  અડધી સમસ્યાઓ તો એમજ દુર થઇ જાય છે.

ત્યાર બાદ ત્રીજી વસ્તુ છે પાણીથી ભરેલો માટીનો જગ. મિત્રો સામાન્ય રીતે લોકો માટીના જગનો ઉપયોગ ગરમીની ઋતુમાં કરતા  હોય છે. પરંતુ મિત્રો ઘરમાં ઉત્તર દિશામાં જો પાણીથી ભરેલો માટીનો જગ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને હંમેશા ઘરમાં ધન પણ રહે છે. આ રીતે ઘરમાં પાણીથી ભરેલી માટીનો જગ રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી અનુભવાતી નથી. પરંતુ મિત્રો એક ખાસ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ઘરમાં ઉત્તર દિશામાં રાખેલો માટીનો જગ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. જો તમે તેને ખાલી રાખો તો ધનહાનિ થાય છે. માટે તેમા હંમેશા પાણી ભરેલુ રાખવું જોઈએ તેનાથી લક્ષ્મીજી તમારા ઘરમાં સદા માટે વાસ કરશે.

તો મિત્રો આ ત્રણ વસ્તુને તમે હંમેશા ઘરમાં રાખશો તો હંમેશા તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here