આ વસ્તુથી થાય છે સૌથી ગંભીર આ 6 બીમારી.. જાણો તે વસ્તુ વિશે આ લેખમાં.

આજકાલ આપણે જોઈએ છીએ કે તમાકુનું સેવન યુવાનો માટે એક પ્રકારની ફેશન બની ગઈ છે. નાની વયના યુવાનો પણ આજકાલ જ્યાં જુવો ત્યાં સિગારેટ અને બીડીનું સેવન કરતા હોય છે. પરંતુ એ નથી જાણતા હોતા કે તમાકુનું સેવન તેના માટે કેટલું જોખમી છે. તો ચાલો જાણીએ આજે એવી બીમારીઓ વિશે જે માત્ર તમાકુના સેવનથી જ થાય છે.

આજે આપણે વાત કરીશું તમાકુના ખતરનાક નુકશાન વિશે. કેમ કે વર્તમાન સમયમાં તમાકુનું સેવન કરતા લોકોની સંખ્યા ખુબ જ જલ્દીથી વધી રહી છે. મોટી ઉમરના લોકોની સાથે સાથે યુવાનો પણ ખુબ જ તેજીથી તેના વ્યસની બની રહ્યા છે. તેનાથી તે માત્ર તમાકુના જ આદિ નથી થઇ રહ્યા પરંતુ તમાકુનું સેવન તેના જીવનનો હિસ્સો બની રહ્યો છે. મોટાભાગના લોકો તમાકુનું સેવન સિગારેટના રૂપમાં કરે છે. ઘણા બધા એવા પણ લોકો છે જે તમાકુને ચાવતા હોય છે. તમાકુમાં નિકોટીન રહેલું હોય છે અને તેનું સેવન કરવાથી ધીમે ધીમે લોકોને તેની આદત લાગી જાય છે.

તમાકુનો પ્રભાવ દરેલ વ્યક્તિ પર અલગ અલગ પડતો હોય છે. તે વ્યક્તિના સ્વાસ્થ્ય, વજન અને કેટલી માત્રામાં તમાકુનું સેવન કરે છે તેના પર નિર્ભર કરે છે. આપણા શરીર પર પડતા તમાકુના પ્રભાવથી તમે અજાણ છવો તો આજે અમે તમને જણાવશું તેનાથી થતા નુકશાન વિશે. આ લેખને અંત સુધી વાંચો અને બીજાને પણ જણાવો આ માહિતી.

સૌથી પહેલું નુકશાન છે મોં અને દાંતની સમસ્યા. હા મિત્રો, એક રીચર્સમાં એ જાણવા મળ્યું છે કે તમાકુ ચાવતા લોકોના મોં માં લુકોપ્લેકિયા થવાનો ખતરો વધારે રહે છે. લુકોપ્લેકિયા અંદર થવા વાળો ભૂરો અને સફેદ રંગનો એક પ્રકારનો દાગ હોય છે. જે એક સમયે કેન્સરનું રૂપ ધારણ કરી લે છે.  જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી તમાકુનું સેવન કરતા હોય તો તેમાં લુકોપ્લેકિયાની સંભાવના સૌથી વધારે હોય છે. તેના સિવાય તમાકુનું સેવન કરવા વાળા લોકોના દાંતમાં પીળા દાગના નિશાન પડી જાય છે. ધીમે ધીમે તે દાંતના મસુડોને નુકશાન પહોંચાડવા લાગે છે અને તેના કારણે મોં માં કેવિટી જેવી સમસ્યા થવા લાગે છે.

બીજું છે કેન્સર. તમાકુનું સેવન કરવાથી ગળું, પેટ, આંતરડા અને મોં નું કેન્સર થવાની સંભાવના રહે છે. તેની સાથે જ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનો વધી જાય છે. આ કેન્સર ખુબ જ ઝડપી વધ છે.એટલા માટે ક્યારેય પણ તમાકુનું સેવન ન કરવું જોઈએ.

ત્રીજું છે પ્રેગનેન્સી અને બ્રેસ્ટ ફ્રીડીંગ પર પ્રભાવ. પ્રેગનેન્સી દરમિયાન તમાકુનું સેવન કરતી મહિલામાં ઘણી પ્રકારના ડ્રગ્સ તેના પ્લેસન્ટામાં પ્રવેશ કરી જાય છે. જેનાથી જન્મ લેનાર બાળક પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. તેના કારણે સમય પૂરો થાય તેના પહેલા જ ડીલીવરીનો ખતરો થઇ શકે છે. તેનાથી જન્મ લેનારા બાળકનું વજન સામાન્યથી ખુબ જ ઓછું હોય છે. જો બ્રેસ્ટફીડીંગ કરાવવા વાળી મહિલા તમાકુનું સેવન કરે તો તેનાથી દૂધ પીનાર બાળકની સેહદ પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. જેના કારણે બાળક રોગી પણ થઇ શકે છે.

કીડની પર પ્રભાવ. તમાકુનું સેવન કરતા લોકોમાં કીડની ખરાબ થવાની સંભાવના વધારે હોય છે. કેમ કે તમાકુથી આપણી કીડની પર અતિરેક પ્રભાવ પડે છે. જેનાથી કીડની ડેમેજ થઇ જાય છે અને તેના સિવાય વ્યક્તિમાં ક્રોનિક કીડનીની બીમારીનો પણ ખતરો વધી જાય છે.હૃદય સંબંધી બીમારીઓ. તમાકુના સેવનથી હૃદય અને બ્લડપ્રેશર સંબંધીત ઘણી બધી બીમારીઓ થઇ શકે છે. તમાકુના ધુમાડામાં રહેલા કાર્બનડાયોક્સાઈડ બ્લડના ઓક્સીજન બદલવાની ગતિને ધીમી કરી નાખે છે. તમાકુનું સેવન કરવા વાળા લોકોને હાઈબ્લડપ્રેશર, હાર્ટએટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. એક રીચાર્સમાં એ જાણવા મળ્યું છે કે 40 વર્ષથી ઓછી ઉમરના લોકોમાં તમાકુના સેવનથી હાર્ટએટેકનો ખતરો પાંચ ગણો વધી જાય છે. તમાકુ વિશે એવું પણ કેહવામાં આવે છે કે તમાકુ એક પ્રકારનું મીઠું ઝેર છે. તે ધીમે ધીમે માણસ અંદરથી ખોખલો કરી નાખે છે અને એક સમયે તે વ્યક્તિના મૃત્યુના મોં માં પહોંચાડી દે છે.

સામાન્ય રીતે આજકાલ કોઈ પણ વ્યક્તિ આ વાતથી અજાણ હોય એવું નથી. તો પણ લોકો તમાકુનું સેવન કરે છે અને પોતાની જ જિંદગી સાથે ખિલવાડ કરે છે. મિત્રો આ જિંદગી આપણને એક જ વાર મળી છે તેને પ્રેમ અને રોગોથી મુક્ત થઈને વિતાવવી જોઈએ. એટલા માટે તમાકુના વ્યસનને આજે જ છોડો અને લોકોને છોડવો પણ ખરા.

તો મિત્રો તમે જ જણાવો તમાકુ આપણા માટે ફાયદાકારક છે કે નુકશાનકારક છે. કોમેન્ટ કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here