બધા લોકો જાત્રા કરતા હોય છે. અને ઘણી વાર જાત્રા માંથી અમુક એવી વસ્તુઓ મળી આવે છે જે આપણને હેરાન કરી દે આવી હોય છે. યાત્રા સમયે રસ્તામાં ઘણા બધા મંદિરો આવતા હોય છે. અને લોકો ત્યા દર્શન કરવા માટે રોકાય જતા હોય છે. એવામાં જ્યારેતામે દર્શન કરી રહ્યા હોય ત્યારે પુજર્રી તમને પ્રસાદ સ્વરૂપ ભગવાન ને ચડાવેલા ફૂલ અથવા કોઈ પ્રસાદ તમને આપતા હોય છે. અને આપણે  ભગવાન નો પ્રસાદ સમજી ને તેને આપણી પાસે રાખી લેતા હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે જે આ ફૂલ ને સાથે ઘરે લઇ જતા હોય છે. અને ઘણા લોકો એવું પણ માને છે કે એ સુકા ફૂલ ને સાથે રાખવાથી ક્યાંક કોઈ અશુભ ન થઇ જાય. આવી ઘણી બધી માન્યતા લોકો ના મનમાં ફરતી રહે છે. આપણે સમજી નથી શકતા કે આખરે એ ફૂલ નું કરવું શું. આ ફૂલ ભગવાનના આશીર્વાદ સ્વરૂપ મળેલ હોય છે. માટે આપણે એને ફેકી પણ નથી શકતા. આજે અમે તમને જણાવીશું કે આ ફૂલ નું કરવું શું.

શાસ્ત્રો અનુસાર જો તમને ભગવાન ને ચડાવેલા ફૂલ કે હાર મળે તો તમારે તેને તમારા કબાટ માં રાખવું જોઈએ. અથવા તમે તિજોરી માં પણ રાખી શકો છો. તમે જે જગ્યા એ પૈસા અથવા ઘરેણા રાખતા હોય તે જગ્યા એ તમે આ વસ્તુ રાખી શકો છો. એવું માનવામાં આવે છે આ ઉપાય કરવાથી ઘર માં ધનની વૃદ્ધિ થવા મંડે છે. ફૂલ સુકાયને વિખાય ન જાય એ માટે તમારે એને કાગળ માં બાંધી ને રાખવું.

એક વાત યાદ રાખો કે યાત્રા સમયે તમને કોઈ ફૂલ આવી રીતે મલે તો તમારે તેને સીધું હાથ માં લઇ અને સુંઘવું. આ પછી તમે એને કોઈ વ્રુક્ષ ની જડ માં રાખી શકો છો અથવા તમે એને કોઈ સરોવર કે નદી માં પણ પધરાવી શકો છો આ પણ એક ઉપાય છે. તેને સુંઘવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવશે. અને તમારી અંદર નકારાત્મકતા દુર થશે. માટે આ ઉપાય કરવાનું ન ભૂલવું.

લેખન અને સંપાદન : ઉંડાન નેટવર્ક ટીમ

ખાસ નોંધ : આ લેખ ઉંડાન નેટવર્ક ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે SHARE કરજો.

આ આર્ટિકલ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here