જયારે પણ આપણે લીલા શાકભાજી વિષે વાત કરતા હોય છે ત્યારે પરવળ નું નામ અવશ્યપણે લેવામાં આવે છે. પરવળ આપણા સ્વસ્થઈ માટે પણ ખુબજ સારું હોય છે. પરવળ ની અંદર વિટામિન A, B 1 અને B 2,  C સારી માત્રામાં હોય છે. પરવળ એ આપળી પાચન શક્તિ વધારે છે. પરવળ એ શરીરની ઇમ્યૂનિટી વધારીને બિમારીઓ સામે લડવામાં આપણે મદદ કરે છે. પરવળ ની  અંદર ભરપુર માત્રા માં એન્ટ્રીઓક્સિડન્ટ પણ હોય છે. પરવળ ના સ્વાસ્થ્ય માટે ના લાભ આર્યુવેદમાં પણ ઉપલબ્ધ છે. તમને ખબર છે કે પરવળ નો  ઉપયોગ પેટ સંબંધિત સારવાર માટે કરવામાં આવે છે. ચાલો જાણીએ પરવળ થી થતા ફાયદાઓ વિષે.

પરવળ ખાવાથી જે લોકો ને પેટ નો સોજો હોય છે તે દુર થઇ જાય છે. પરવળ પેટ માં પાણી ભરાતું હોય તેવી સમસ્યા ને દુર કરે છે. પરવળ ના પાંદડા થી ત્વચા ને લગતી સમસ્યા દુર થાય છે. પરવળ ખાવાથી આપણા હાડકા મજબુત થાય છે અને પરવળ ખાવાથી કફ ની સમસ્યા દુર થાય છે. ફક્ત  100 ગ્રામ પરવળમાં વિટામિન A , C, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને તેના જેવા ઘણા પોષક તત્વો ઘણીબધી માત્રામાં હોય છે. પરવળ ના વિભિન્ન પોષક તત્વો લોહીના  પોસક તત્વ ને સુદ્ધ કરવામાં મદદ કરે છે.

પરવળ છે તેની અંદર ભરપુર માત્રા માં ફાયબર જોવા મળે છે. જે ફાયબર આપણા શરીર ની અંદર ની પાચન ક્રિયા ને મજબુત બનાવવા માં મદદ કરે છે. આયુર્વેદ માં જણાવ્યા મુજબ જે લોકો ને ગેસ ની સમસ્યા થતી હોય તે લોકો ને પરવળ નો ઉપયોગ કરવો જોઈએ. પરવળ નો ઉપયોગ કરવાથી  લોકો ને ગેસ ની સમસ્યા દુર થઇ જાય છે. તમને ખબર છે કે 100 ગ્રામ પરવળની છાલમાં 24 કેલેરીઝ હોય છે અને તેની અંદર  મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ ભરપુર માત્ર માં જોવા મળે છે.

100 ગ્રામ પરવળમાં માત્ર 24 કેલેરી જ જોવા મળે છે. જે લોકો ને વજન ઓછો કરવો હોય તો તે લોકો ને આ વસ્તુ નું સેવન કરવું જોઈએ. ફાઇબરની ઉપસ્થિતિને કારણે તેના ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારો વજન ઓછો થઇ જાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here