ભારતીય રેલ્વેવિભાગે ગુજરાત માં આવેલું એક નાનકડું ગામ જેનું નામ છે વલસાડ ત્યાં રેલવે સ્ટેશનને રિડેવલોપ કરી અને તેને એક  નવો લૂક આપવામાં આવ્યો છે. ભારતીય રેલવે વિભાગે સ્ટેશન બ્યુટીફીકેશન અને રિડેવલ્પમેન્ટ ઇનિશિયેટીવ ના ભાગરૂપે ભારતીય રેલ્વેવિભાગે 95 વર્ષ જુના વલસાડ ના રેલવે સ્ટેશનને એક સરસ મજાનો રોયલ લૂક આપી દીધો છે. હવે આપણે જોવા જઈએ તો વલસાડ નું રેલવે સ્ટેશન એકધમ વિદેશ ના રેલવે સ્ટેશન જેવુજ દેખાઈ છે અને આ રેલવે સ્ટેશન માં બધીજ સુખસગવડ છે. તમે ત્યાં હોય ત્યારે તમને એવુજ લાગે છે કે તમે વિદેશ કોઈ રેલવે સ્ટેશન માં છો.

ભારતીય રેલવેએ બહાર પાડેલી પ્રેસ રિલીઝ અનુસાર આ રિડેવલ્પમેન્ટ પ્રોજેક્ટનો ધ્યેય ફક્ત સ્ટેશનને નવું બનાવવાનો નથી પણ સાથે સાથે યાત્રીઓ ને   લાંબા સમયથી જે સુવિધાઓ નથી મળી રહી એ પુરી પાડવાનો પણ છે. પહેલા વલસાડ ના રેલવે સ્ટેશન ઉપર સાંકડા પ્લેટફોર્મ્સ, ટિકિટ બુકિંગ કાઉન્ટરો અને કન્વર્ઝ હોલમાં લાઈનમાં ઉભા રહેવા માટે લોકો ને પુરતી જગ્યા મળતી ન હતી. ત્યાં ના રેલવે સ્ટેશન માં બધાજ યાત્રીઓ ને વધુ પડતી  ભીડ ની સમસ્યાઓ  હતી.

ભીડ ની સમસ્યાઓ તો હતીજ અને તેની સાથે સાથે સુવિધાઓ વિનાના વેઇટિંગ રૂમ્સ અને પાર્કિંગ સ્પેસ જેવી ઘણી સમસ્યાઓ પણ હતી. ભારતીય રેલવે  એ કરેલા દાવા અનુસાર વલસાડ ના રેલવે સ્ટેશન  ની ઈમારત લગભગ એક સદી જેટલી જૂની હતી . જેના કારણે ત્ત્યા ના રેલવે સ્ટેશન  ના આગળ ના ભાગ ની સુંદરતા પણ ખુબજ ઓછી થઇ ગય હતી. વલસાડ નું રેલવે સ્ટેશન સુરતને જોડતું મહત્વનું સ્ટેશન હોવાની અને તેની સાથે જ અહીંથી દિવસમાં લગભગ 26000 મુસાફરો મુસાફરી કરતા હોય છે.

આ રેલવે સ્ટેશન માં ઘણીબધી  પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન્સ પણ ઉભી રહે છે. રિડેવલ્પમેન્ટ બાદ હવે આ સ્ટેશન પર આધુનિક વેઇટિંગ રૂમ્સ છે, પ્રોપર પાર્કિંગ એરિયા છે, સારી ટોઈલેટ સુવિધાઓ છે, નવીજ  બનાવેલી ટિકિટ બુકિંગ ઓફિસ છે અને તેની સાથે રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને વર્ટિકલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે. આ રેલવે સ્ટેશન માં  વિકલાંગો માટે પણ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. હવે કોઈ પણ વ્યક્તિ આ રેલવે સ્ટેશન ને જોવે તો એવુજ લાગે છે કે તે કોઈ વિદેશ વિદેશ ના રેલવે સ્ટેશન માં હોય.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here