શરીરમાં જયારે વિટામીન B12 ની કમી હોય તો તેના લીધે ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડી શકે છે.  આ વિટામીન ની ઉણપના લીધે  શરીર ને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડી શકે છે. તેના લીધે થાક બહુ લાગે છે, વધુ પડતી આળસ આવે છે,શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે, લોહીની કમી આવી જાય છે શરીરમાં, માથું દુખ્યા કરે છે, હાથ પગ માં ખાલી ચડે છે. કાન માં કોઈ અવાજ સંભળાય છે, ધબકારા અચાનક વધી જાય છે, આંખો કમઝોર પડી જાય છે, ગુસ્સો આવે છે અને છોકરીઓ ને માસિક અનિયમિત થઇ જાય છે.

આ એવું વિટામીન છે જેના વિના શરીર બરાબર રીતે ચાલતું નથી. આ વિટામીન શરીરમાં બનતું નથી. તેને બહારથી આ વિટામીન આપવું પડે છે. વિટામીન B12 શરીર માં લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરે છે. આ વિટામીન આપણા શરીર ના અનિવાર્ય છે. તવિટામીન B12 ધરાવતા આહાર નો ઉપયોગ કરી અને શરીરમાં તેની ઉણપ દુર કરી શકાય છે. આમ તો રેગ્યુલર જે ખોરાક આપણે લઈએ છીએ તેના લીધે બીજા આહાર આપણને મળી જાય છે પણ વિટામીન B12 મળી શકતું નથી.

આ વિટામીન ની કમી ના લીધે એનીમિયા જેવી બીમારી થઇ જાય છે. તેના લીધે શરીર ની કોસીકાઓ ને ઘણું બહ્ડું નુકશાન થાય છે. તમને આવા કોઈ લક્ષણો જણાય તો તમારે તરત જ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. અને વધુ ઉણપ હોય તો આ વીટામીન ની ગોળીઓ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. કારણકે તેની વધુ ઉણપ ના લીધે ખુબ જ નુકશાન થઇ શકે છે.

આ વિટામીન વધુ પડતું ઈંડા, માસ અને માછલી માંથી મળે છે.  માટે શાકાહારી લોકો ને તેનાથી બહુ બધું પ્રોબ્લેમ થઇ શકે છે. ઉમર પ્રમાણે દરેકના શરીરમાં આટલા પ્રમાણમાં વિટામીન B12 હોવું જરૂરી છે. જન્મથી છ મહિના બાળકોને 0.4 microgram. સાતથી બાર મહિનાના બાળકોને 0.5 microgram. એક થી ત્રણ વર્ષના બાળકોને = 0.9 microgram.ચાર થી આઠ વર્ષના બાળકોને 1.2 microgram. 9 થી 13 વર્ષનાં બાળકોને = 1.8 microgram. 14 વર્ષથી વધારે ઉંમરના બાળક = 2.4 microgram. ગર્ભવતી મહિલાને =2.6 microgram.સ્તનપાન કરાવતી મહિલાને =2.8 microgram. આટલું વિટામીન દરેકના શરીરમાં અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here