મધ્ય પ્રદેશના ભોપાલના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે લઈને આપવામાં આવેલા નિવેદન બાદ સંસદમાં હોબાળો થયો છે. વિપક્ષી પાર્ટીઓએ આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. લોકસભામાં વિરોધ પક્ષની પાર્ટીઓએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના વિવાદિત નિવેદનના વૉકઆઉટ કર્યું હતું.

આ અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને વખોડ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી હંમેશાથી સૌના આદર્શ રહ્યા છે. નથુરામ ગોડસેને દેશભક્ત દર્શાવવાનો વિચાર નિંદનીય છે. બીજી તરફ કોન્ગ્રેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાધ્વી પ્રજ્ઞાને આતંકવાદી ગણાવ્યા હતા.

આ અંગે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ પ્રકારનું નિવેદન પહેલી વખત નથી, તેમણે આ પ્રકારનું વિવાદિત નિવેદન આ પહેલા પણ આપ્યું છે. આ ઘટના દર્શાવે છે કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મહાત્મા ગાંઘી અને તેમના સમર્થકોના દુશ્મન છે. ઉપરાંત તેમને કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ ભાજપ તરફથી જે એક્શન કરવામાં આવી છે તે માત્ર દેખાડો કરવા પૂરતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here